September 7, 2024

માંડવી તાલુકાના રૂપણ ગામ ખાતે તારીખ 7/5/2023ના રોજ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નને ધ્યાને લઈ માંડવી ઝખવાવ તરફ આવતાં જતાં વાહનોને ડાયવર્ઝન અપાયું

Share to



રિપોર્ટર….. નિકુંજ ચૌધરી માંડવી સુરત



સુરત જિલ્લાના માંડવી તાલુકાના રૂપણ ગામે હનુમાનજી મંદિર ખાતે તારીખ 7/5/2023ના રોજ આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું સમારોહ નું ખુબ મોટા પ્રમાણ મા યોજાનાર છે. જે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત થનાર હોય, જેને ધ્યાને લઈને ટ્રાફિક વ્યવસ્થા સરળતાથી ચાલે એ માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ….. *.(વાય.બી.ઝાલા).*એ એક જાહેરનામા દ્વારા માંડવી તરફ આવતા-જતાં વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. જાહેરનામા અનુસાર તા.7/5/2023ના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન કીમ, મઢી, વ્યારા, બારડોલી તરફથી આવતાં વાહનો ધોબણીનાકાથી અંબાજીનાકાથી મોરીઠા થઈને દરિયા ચોકડી નીકળી ઝંખવાવ, સેરૂલા તરફ જઈ શકશે. જ્યારે સેરુલા,ફેદરિયા, ઝંખવાવ તરફથી આવતાં વાહનો ફેદરિયા ચોકડીથી મોરીઠા થઈ અંબાજીનાકા થઈને કીમ, વ્યારા, મઢી, બારડોલી તરફ જઈ શકશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.


Share to

You may have missed