જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ઃજમ્મુ-કાશ્મીરમાં ૭૨ કલાકમાં ચોથું એન્કાઉન્ટર, ૩ દિવસમાં ૪ આતંકવાદીઓને ઢાળી દીધા

Share to


(ડી.એન.એસ),શ્રીનગર,તા.૦૫
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કંડી વિસ્તારમાં શુક્રવારે સવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા ૭૨ કલાકમાં આતંકીઓ સાથે સેનાનું આ ચોથું એન્કાઉન્ટર છે. ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો. ગુરુવારે સવારે બારામુલ્લાના વનીગમ પાયીન ક્રેરી વિસ્તારમાં સેનાએ લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે, બુધવારે પણ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ મુજબ ૩ દિવસમાં કુલ ૪ આતંકવાદીઓ માર્યા ગયા છે. ગુરુવારે સાંજે અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં એક સિક્યોરિટી ગાર્ડ સામાન્ય ઈજા થઈ હતી, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. જૂથે એક પોસ્ટમાં કહ્યું છે કે – હુમલામાં વરિષ્ઠ અધિકારીઓ સહિત ઘણા સૈનિકો ઘાયલ થયા છે. કાશ્મીર ટાઈગર્સ આવા વધુ હુમલાની યોજના બનાવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના બારામુલાના વનીગમ પાયીન ક્રેરી વિસ્તારમાં ગુરુવારે સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી સેનાને મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં બંને આતંકવાદીઓને ઠાર મરાયા હતા. સેના દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્‌વીટ કર્યું કે આ પોલીસ અને સેનાનું સંયુક્ત ઓપરેશન છે. જે ૨૯ઇઇ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. આતંકીઓ પાસેથી ૧ છદ્ભ-૪૭, ૧ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો છે. બુધવારે જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન દરમિયાન માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઓપરેશનમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. આતંકવાદીઓએ સરહદ નજીકથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બે અઠવાડિયા પહેલા આતંકવાદીઓએ પૂંછમાં સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો જેમાં ૫ જવાન શહીદ થયા હતા. આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી હતી.


Share to