વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયાાં એક ખાસ સેલ્ફી શેર કરી, જાણો આ યુવક કોણ છે?..

Share to


(ડી.એન.એસ)ચેન્નાઈ,તા.૦૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચેન્નાઈની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. ચેન્નાઈથી કોઈમ્બતુર જતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપીને શરૂ કરી હતી. વડાપ્રધાને શનિવારે રાતે પોતાના સોશિયલ મીડિયાાં એક ખાસ સેલ્ફી પણ શેર કરી હતી. આ સેલ્ફી તેમના કોઈ કાર્યક્રમની ન હતી પરંતુ ભાજપના કાર્યકર સાથેની હતી. તેમણે પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી પોસ્ટ કરતા વડાપ્રધાન મોદીએ ખાસ સેલ્ફી ગણાવી હતી. પીએમ મોદીએ પોસ્ટ કરેલી સેલ્ફી દિવ્યાંગ બીજેપી કાર્યકર સાથેની હતી. પીએમ મોદીએ દિવ્યાંગ કાર્યકર વિશે કેટલીક વાતો પણ ટિ્‌વટ કરી હતી. પીએમ મોદીએ કાર્યકરનું નામ થિરુ એસ. મણિકંદન જણાવ્યું હતું. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, મણિકંદન ઈરોડના બૂથ વર્કર છે. તે દુકાન પણ ચલાવે છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, મણિકંદન તેમની કમાણીનો મોટો ભાગ ભાજપને આપે છે. પીએમ મોદીએ ટિ્‌વટ કરીને જણાવ્યુ કે, “એક ખાસ સેલ્ફીપ હું ચેન્નાઈમાં થિરુ એસ. મણિકંદનને મળ્યો. તે ઈરોડથી જ્રમ્ત્નઁ૪્‌ટ્ઠદ્બૈઙ્મદ્ગટ્ઠઙ્ઘે ના બૂથ પ્રમુખ છે. તે વિકલાંગ છે અને પોતાની દુકાન ચલાવે છે અને સૌથી પ્રેરણાદાયી વાત એ છે કે – તે પોતાની રોજની કમાણીનો મોટો ભાગ ભાજપને આપે છે.” વડાપ્રધાન મોદીએ આગળ લખતા જણાવ્યુ કે, મને એવી પાર્ટીના કાર્યકર હોવાનો ખૂબ જ ગર્વ છે જ્યાં અમારી પાસે થિરુ એસ. મણિકંદન જેવા લોકો છે. તેમની જીવનયાત્રા અમારા પક્ષ અને અમારી વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતામાં પ્રેરણાદાયી અને એટલી જ પ્રેરણાદાયી છે. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ ચેન્નાઈમાં રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન તમામ ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકોએ હાથ મિલાવીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.


Share to

You may have missed