પતિને માતા-પિતાથી અલગ કરવા દબાણ કરવું એ માનસિક ક્રૂરતા છે ઃ કોલકાતા હાઈકોર્ટનો મોટો ચૂકાદો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૯
કોલકાતા હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે માનસિક ક્રૂરતા માટે પતિ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે. કોર્ટે કહ્યું કે પતિને તેના માતા-પિતાથી અલગ થવા માટે દબાણ કરવું, તેને કાયર અને બેરોજગાર કહેવું એ માનસિક ક્રૂરતા છે. જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ ઉદય કુમારની ખંડપીઠે કહ્યું કે ભારતીય પરિવારમાં લગ્ન પછી પણ પુત્ર તેના માતા-પિતા સાથે રહે તે સામાન્ય બાબત છે, પરંતુ જાે તેની પત્ની તેને તેના માતા-પિતાથી અલગ કરવાનો પ્રયાસ કરે છે, તો તેનું કોઈ કારણ ન્યાય સંગત હોવું એ જરૂરી છે. હાલના કેસમાં, ખંડપીઠે જણાવ્યું હતું કે ઘરેલું મુદ્દાઓ અને અહંકારના સંઘર્ષો અને નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા સંબંધિત સમસ્યાઓ સિવાય, પત્નીએ પતિને પરિવારથી અલગ થવાનું કહેવાનું કોઈ વ્યાજબી કારણ નથી. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે પતિ તેના શાંતિપૂર્ણ દાંપત્ય જીવન માટે તેના માતાપિતાના ઘરેથી ભાડાના મકાનમાં રહેવા ગયો હતો. છત્તીસગઢની હાઈકોર્ટે શૈલેન્દ્ર કુમાર ચંદ્રા વિ. શ્રીમતી ભારતી ચંન્દ્રા શીર્ષકમાં અત્યંત પ્રશંસનીય, વિદ્વતાપૂર્ણ, સીમાચિહ્નરૂપ અને તાજેતરના ચુકાદામાં શબ્દો ગુમાવ્યા વિના જે ફેંસલો આપ્યો છે એ સીમાવર્તી ચૂકાદો છે. જાે કોઈ પત્ની તેના પતિને તેના માતા-પિતાથી અલગ રાખવાનો આગ્રહ રાખે અને તેને દહેજની ખોટી માંગણીના કેસમાં ફસાવવાની ધમકી આપે તો તેણી માનસિક ક્રૂરતા આચરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ એનકે ચંદ્રવંશીની ડિવિઝન બેંચ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ કોરબા ખાતે ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારતી પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી, જેણે ક્રૂરતાના આધાર પર છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. રજૂ કરાયેલા પુરાવાઓના આધારે ન્યાયાધીશોએ તારણ કાઢ્યું હતું કે આ દંપતીના લગ્ન માત્ર બે મહિના જ ચાલ્યા હતા અને મતભેદો સર્જાયા હતા અને પત્ની પણ વારંવાર તેના માતા-પિતાને મળવા સાસરે જતી હતી. આ કેસમાં પણ કોર્ટે આખરે તલાકની અરજી મંજૂર કરી દીધી હતી.


Share to