ન્યૂયોર્કમાં વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વીજળી પડી, જાેવા મળ્યો અદ્ભુત નજારો., જેને કરી દીધું કેમેરામાં કેદ

Share to


(ડી.એન.એસ)ન્યુયોર્ક,તા.૦૩
ન્યૂયોર્કમાં આકાશને આંબતી વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારત પર વીજળી પડવાનો અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે અમેરિકામાં ભારે તોફાન આવ્યું હતું ત્યારે રાતે શૂટ કરવામાં આવ્યો હતો. વજ્રપાત એટલું શક્તિશાળી હતું કે ચારે તરફ રોશની ફેલાઈ ગઈ હતી. કેટલાક દિવસ પહેલાં બ્રાઝિલમાં ઐતિહાસિક યીશુ પ્રતિમા પર આવું દૃશ્ય જાેવા મળ્યું હતું. ટિ્‌વટર યુઝર મેક્સ ગુલિયાની (જ્રદ્બટ્ઠટૈદ્બેજેॅૈહદ્ગરૂષ્ઠ)એ આ વીડિયો શેર કર્યો છે. જેમાં તમે જાેઈ શકો છો કે, વન વર્લ્ડ સેન્ટરની ૫૪૬ મીટર ઊંચી ઇમારત પર શક્તિશાળી વીજળી પડે છે. ગુલિયાનીએ વીડિયો ટ્‌વીટ કરતા લખ્યુ છે કે, ‘આજની રાતનું વન વર્લ્ડ ટ્રેડ પર વીજળીનું તોફાન ઈંદ્ગરૂઝ્ર’. વીડિયો શેર કરતાં જ વાયરલ થયો હતો. કેટલાક કલાકમાં ૨૫ લાખથી વધુ લોકોએ વીડિયો જાેયો હતો. અંદાજે ૨૦૦૦ લાઇક્સ મળી હતી. ટિ્‌વટર યુઝર્સે તેને અવિશ્વસનીય ગણાવ્યો હતો. કેટલાક અન્ય લોકોએ પણ તોફાનની તસવીર અને વીડિયો શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તમામ મોટી ગગનચુંબી બિલ્ડિંગમાં ખાસ ટેક્નિક હોય છે. અહીં પડનારી વીજળી સીધી તાર અને પાઇપમાંથી જમીનમાં સમાઈ જાય છે. તેનાથી નુકસાન નથી થતું. નહીંતર વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે રીતે શક્તિશાળી વીજળી પડી હતી તેનાથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકતું હોત. એપ્રિલ ૨૦૨૧માં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિસ્કોન્સિનના વાઉટોમા હાઇસ્કૂલમાં વીજળી પડી હતી. તેણે ઝાડને ચીરીને બાળી નાંખ્યું હતું. તેના પહેલાં ૨૦૨૦માં એક સ્થાનિક સમાચાર સ્ટેશન ઉેંજીછ૯ના સ્કાય કેમેરામાં એક તોફાન દરમિયાન વોશિંગ્ટન સ્મારક પર વીજળી પડવાનો એક અવિશ્વસનીય વીડિયો કેપ્ચર કર્યો હતો.


Share to