* એલસીબીની ટીમે વિદેશી દારૂની ૫૧૦૫ બોટલો અને ટેન્કર મળીને કુલ રૂપિયા ૧૭.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે લઇને ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો
તા.૧૪-૦૩-૨૦૨૫ નેત્રંગ.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગના થવા ચેક પોસ્ટ નજીકથી ટેન્કરમાં લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે દારૂ જુગારની પ્રવૃતિ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ ટીમ સાથે નેત્રંગ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન થવા ચેક પોસ્ટ નજીક એક શંકાસ્પદ ટેન્કર જણાતા તેની તપાસ કરતા ટેન્કરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫૧૦૫ નંગ બોટલો કિંમત રૂપિયા ૭,૯૩,૨૭૮ ની મળી આવી હતી,એલસીબીની ટીમે દારૂનો આ જથ્થો તેમજ ટેન્કર કિંમત રૂપિયા ૧૦,૦૦૦,૦૦ નું મળીને કુલ રૂપિયા ૧૭,૯૩,૨૭૮ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો, અને ટેન્કર છોડીને નાશી ગયેલ ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કરીને નેત્રંગ પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો.
*વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
જુનાગઢ તાલુકાના આંબલીયા ગામની સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી જુગાર રમતા કુલ-૦૮ સ્ત્રી-પુરુષને રોકડ રૂ.૭૧,૦૩૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૩,૫૧,૦૩૦/- ના મુદામાલ સાથે પકડી જુગારનો અખાડો પકડી પાડતી