ભરૂચ જિલ્લામાં મહેસુલી વિસ્તારમાં જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા સ્પેરપાર્ટો ખરીદનાર/વેચનારાઓ નોંધે

Share to


ભરૂચઃસોમવારઃ- અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ હુકમ ર્ક્યો છે કે, ભરૂચ જિલ્લામાં મહેસુલી વિસ્તારમાં જુના સ્કુટર અને જુની કારો તથા અન્ય જુના વાહનો તથા સ્પેરપાર્ટો ખરીદનાર/વેચનારાઓએ નીચે જણાવેલ શરતને આધિન રહી કાર્યવાહી કરવાની રહેશે.
ફરજિયાત કરવાની કામગીરી
જુની કારો તથા અન્ય જુના વાહનો ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ તથા સ્પેર પાર્ટો ખરીદનાર-વેચનારાઓએ રજીસ્ટ્રર ફરજિયાત નિભાવવાનું રહેશે તથા આ રજીસ્ટ્રર પોતાની પાસે નાશ ન થાય તે રીતે રેકર્ડરૂપે જાળવવાનું રહેશે તેમજ ચેકીંગમાં આવનાર સક્ષમ પોલીસ અધિકારીશ્રી માંગણી કરે ત્યારે બતાવવાનું રહેશે.
આ હુકમનો અમલ તા.૨૬/૦૩/૨૦૨૩ થી દિન-૬૦ સુધીનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યુક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ કસુરવાર થશે તેમજ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.


Share to