સુપ્રીમ કોર્ટે ધરપકડ અને અટકાયત વિશે આપી મહત્વની ટિપ્પણી

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૨
સુપ્રીમ કોર્ટે નિયમો વિરુદ્ધ કોઈને કેદમાં રાખવા અંગે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ગુનાખોરી રોકવા અને સુરક્ષા જાળવવાની જવાબદારી રાજ્યની છે, પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતાનો આમાં અવરોધ ન થવો જાેઈએ. કોર્ટે કહ્યું કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈને પણ બંધક બનાવવું જાેઈએ નહીં. સીઆરપીસીની કલમ ૧૬૭ મુજબ, જાે તપાસ એજન્સી કસ્ટડીના દિવસથી ૬૦ દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળ જાય, તો આરોપી આપમેળે જામીન માટે પાત્ર બનશે. કેટલાક ગુનાઓમાં, આ સમયગાળો ૯૦ દિવસ સુધી લંબાવી શકાય છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ (ઝ્રિઁઝ્ર) ની કલમ ૧૬૭(૨) ની જાેગવાઈ (ટ્ઠ) માં ઉલ્લેખિત ૬૦/૯૦ દિવસના ડિફોલ્ટ જામીન સમયગાળાની ગણતરી કરતી વખતે અટકાયતની તારીખ ઉમેરવી જાેઈએ કે કેમ તે કાયદાકીય પ્રશ્ન પર વિચારણા કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી. જસ્ટિસ કે. એમ. જાેસેફ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ બી. વી. નાગરત્નની ખંડપીઠે જણાવ્યું હતું કે ઝ્રિઁઝ્ર ની કલમ ૧૬૭ હેઠળ ઉલ્લેખિત ૬૦/૯૦ દિવસનો સમયગાળો જે દિવસે મેજિસ્ટ્રેટ આરોપીને કસ્ટડીમાં મોકલશે તે દિવસથી ગણવામાં આવશે. બંધારણીય બેન્ચે કહ્યું, ‘આ કોર્ટનું માનવું છે કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈને પણ અટકાયતમાં રાખવામાં ન આવે. ગુનાખોરી અટકાવવી અને સુરક્ષા જાળવવી એ રાજ્યની જવાબદારી છે, પરંતુ તેનાથી વ્યક્તિની સ્વતંત્રતામાં ઘટાડો ન થવો જાેઈએ.’


Share to