રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસોને લઈને કેન્દ્ર સરકાર ફુલ એલર્ટ મોડમાંદેશની રાજધાની દિલ્હી સહિત દેશના આ રાજ્યોમાં ફેલાઈ રહેલા ‘ઓમિક્રોન’નો સબ-વેરિઅન્ટને લઇ કેન્દ્ર સરકારે આપી સલાહ…

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૪
દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે છેલ્લા નવ દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩,૦૦૦ને વટાવી ગઈ છે. આ પછી કેન્દ્ર સરકાર પણ ફુલ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં ૫-૬ રાજ્યોની ઓળખ કરી છે, જ્યાં કોવિડ-૧૯ના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. આ પછી, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યો માટે પણ વિશેષ એડવાઇઝરી જારી કરવામાં આવી હતી, અને તેઓને પણ કોવિડ -૧૯ યોગ્ય વર્તન માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા અને તકેદારી વધારવાની સલાહ આપવામાં આવી હતી. હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યું છે કે, કોરોનાવાયરસ સ્પાઇકના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિયન્ટ ઠમ્મ્.૧.૧૬ રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઉચ્ચ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ દર્દીઓમાં વધારો થવાનું કારણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ઠમ્મ્.૧.૧૬ને સૌથી મહત્વપૂર્ણ સબ-વેરિઅન્ટ માનવામાં આવે છે. ઓમિક્રોનના આ સબ-વેરિઅન્ટને કારણે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અત્યારે તેની ગંભીરતાનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. સૂત્રો જણાવે છે કે, જાે આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો જીનોમિક સિક્વન્સિંગના આધારે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ ઠમ્મ્.૧.૧૬ની સ્થિતિ સેમ્પલમાં ખૂબ જ સ્પષ્ટ રીતે જાેવામાં આવી છે. નાગપુરના ૭૫% સેમ્પલમાં તેની હાજરી જાેવા મળી છે. જ્યારે મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં, મુંબઈના ૪૨%, પુણેના ૯૩%, અમરાવતીના ૪૨%, અકોલાના ૨૭% નમૂનાઓમાં ઠમ્મ્.૧.૧૬ની હાજરી જાેવા મળી છે. જ્યારે ગુજરાતમાં તે લગભગ ૬૦% સેમ્પલમાં મળી આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, ફોકસ ટેસ્ટિંગ પર ભાર મૂકવો જાેઈએ. રાજ્યોએ ફોકસ ટેસ્ટિંગ પર ભાર મૂકવાની જરૂર છે. હાલમાં, ૫ રાજ્યોમાં દરરોજ લગભગ ૧૦,૦૦૦ કે તેથી વધુ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં દરરોજ ૩૩ હજાર, બિહારમાં ૧૯ હજાર, ગુજરાતમાં ૧૪ હજાર, કર્ણાટકમાં ૧૦ હજાર અને મહારાષ્ટ્રમાં ૭ હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી નોર્થ ઈસ્ટ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની વાત છે, તો અહીં મોટાભાગના રાજ્યોમાં દરરોજ લગભગ ૧૦ સેમ્પલનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આસામ, મેઘાલય, લદ્દાખ, સિક્કિમમાં દરરોજ ૧૦૦ થી ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ઝારખંડમાં ૩૮૮ ટેસ્ટ, ઉત્તરાખંડમાં ૨૮૦ ટેસ્ટ અને છત્તીસગઢમાં દરરોજ ૪૩૭ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ૧૫ માર્ચે દિલ્હીમાં ૪૨ કેસ સામે આવ્યા હતા. ૩૦ માર્ચે તેમની સંખ્યા દૈનિક ધોરણે ૨૯૫ નોંધાઈ હતી. જેના કારણે હવે રાજધાની દિલ્હીમાં ૯૩૨ એક્ટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે. ૨ મૃત્યુ ૨૯ માર્ચે થયા હતા અને ૧ તે પહેલા થયો હતો. મૃતકોમાંથી બે દિલ્હી બહારના છે. કોરોના દર્દીઓમાં, ૪૮ ટકા દર્દીઓ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ ઠમ્મ્૧.૧૬ના છે. બાકીના અન્ય પેટા વેરિઅન્ટના દર્દીઓ આવી રહ્યા છે. ગુરુવારે પણ દિલ્હીમાં ૨૩૬૩ દર્દીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આગામી સમયમાં ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીના ઝ્રસ્ અરવિંદ કેજરીવાલે પણ આજે કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરી છે.


Share to