November 22, 2024

ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને જિલ્લા કક્ષાનો કાયા કલ્પ એવોર્ડ મળ્યો.

Share to

વ્યવસ્થા સુવિધા સારવાર સહિતના માપદંડોને ધ્યાને લઈ મોટા સાંજા ગામના સેન્ટરને કાયા કલ્પ એવોર્ડ મળ્યો છે.

ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના સેન્ટરને ૯૧.૬૭ % એક્સટર્નલ સ્કોર સાથે ગુણવત્તાની દ્રષ્ટિએ જિલ્લા કક્ષાનો કાયાકલ્પ એવોર્ડ મળ્યો છે.

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને કાયાકલ્પ કાર્યક્રમ ૨૦૨૨-૨૩ અંતર્ગત ધારા ધોરણો સાથે ૯૧.૬૭ % એક્સટર્નલ સ્કોર સાથે કાયાકલ્પ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આરોગ્ય સેવા ને લગતી જિલ્લા કક્ષાની ગુણવત્તા સંબંધી આ એવોર્ડ બાબતે વિવિધ માપદંડ સર્વિસ પેકેજ જેમકે સગર્ભની સેવા, પ્રસુતિબાદ ની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, આંખ, કાન, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઇમરજન્સી સેવાઓ, માનસિક બીમારી વાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓની ખાતરી જિલ્લા કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી.

ઉપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવિધા ના અલગ અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના ચેક લિસ્ટ મુજબ હેલ્થ અને વેલ્નેસ સેન્ટર ખાતે ચકાસણી થયા બાદ તાજેતરમાં જ મોટાસાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને સેવા સુવિધા ગુણવત્તા સંબંધીત ૯૧.૬૭ % એક્સટર્નલ સ્કોર સાથે આ કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોટાસાજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને એવોર્ડ મળતા સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવામાં પણ ઉત્તરોત્તર વધારો થશે. તદુપરાંત કાયાકલ્પ એવોર્ડ મળતા મોટાસાંજા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને એક લાખ ની વિશેષ ગ્રાન્ટ ની પણ ફાળવણી કરવામાં આવી છે.


Share to