November 22, 2024

આયુર્વેદ દ્વારા ગંભીર થી ગંભીર બીમારીઓનું નિદાન શક્ય ઃ બાબા રામદેવ

Share to


(ડી.એન.એસ)દહેરાદુન,તા.૨૦
યોગગુરુ બાબા રામદેવે તેમના નિવેદનોને લઇ ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે. ફરી એકવાર તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, ગાય માતાનું મહત્વ જેટલું છે એટલું જ આયુર્વેદનું છે. આયુર્વેદ દ્વારા ગંભીર થી ગંભીર બીમારીઓનું નિદાન શક્ય છે. આયુર્વેદનું ભવિષ્ય ઉજ્જવળ છે. એવું કહેવાય છે કે, ગાયના દૂધમાં બુદ્ધિ વધારવાની ક્ષમતા રહેલી હોય છે. બાબા રામદેવે રિશીકુલ આયુર્વેદિક કોલેજ પરિસરમાં આયોજિત ઈન્ટરનેશનલ વેટરનરી અને આયુર્વેદ સેમિનારના સમાપનમાં આ વાત બોલી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર હતા. તેમણે પણ બાબા રામદેવના સંમતીમાં કહ્યું હતું કે, આયુર્વેદ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ નથી પરંતુ આદર્શ જીવન જીવવાનો માર્ગ પણ છે. આયુર્વેદને અન્ય ઔષધિઓ કરતાં શ્રેષ્ઠ ગણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય તાવથી લઈને કોરોના જેવી મોટી બીમારીઓની સારવાર આયુર્વેદમાં વધુ સારી છે. આ બધી કટાક્ષ તેમણે એલોપેથી સારવાર માટે કરી હતી. જાે કે તેમણે એવું પણ કીધું હતું કે, તે કોઈ પણ સારવાર પદ્ધતિનો વિરોધ કરતા નથી, પરંતુ બધા પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે. આયુર્વેદના વિદ્યાર્થીઓને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે સંગઠિત પ્રયાસોથી તેઓ એક દિવસ એલોપથીને ધરતીમાં દાટી દેશે. યોગ, આયુર્વેદ, સ્વદેશી અને સનાતનનો એવો ધ્વજ લહેરાવીશું કે આખી દુનિયા તેનું જ પાલન કરશે.


Share to