November 22, 2024

ધોરણ-૧૦ (SSC) ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં સવારે સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં કુલ-૭૧૪ વિદ્યાર્થીઓ હાજર : ૧૦૯ ની ગેરહાજરી

Share to



ધોરણ-૧૨ (HSC) ના સામાન્ય પ્રવાહમાં સવારે સમાજશાસ્ત્ર વિષયમાં ગુજરાતી
માધ્યમમાં કુલ-૩૬૯ વિદ્યાર્થીઓ હાજર : ૫૮ ની ગેરહાજરી

ધોરણ-૧૨ (HSC) માં વિજ્ઞાન પ્રવાહમાં બપોરે કમ્પ્યુટર વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં
કુલ-૨૧ વિદ્યાર્થીઓની હાજરી અને ૦૧ વિદ્યાર્થીની ગેરહાજરી

રાજપીપલા,સોમવાર:- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.૨૬ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ સવારે ધોરણ-૧૦ (SSC) માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૮૨૩ વિદ્યાર્થીઓ પૈકી ૭૧૪ ની હાજરી અને ૧૦૯ વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાઈ હતી.

તેવી જ રીતે, ધોરણ-૧૨ (HSC) માં સામાન્ય પ્રવાહમાં સવારે સમાજસાસ્ત્ર વિષયમાં ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા કુલ-૪૨૭ વિદ્યાર્થીઓ પૈકી ૩૬૯ ની હાજરી અને ૫૮ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

ધોરણ-૧૨ (HSC) માં વિજ્ઞાન પ્રવાહમાં બપોરે કમ્પ્યુટર ( જુના-નવાં કોર્ષ) વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૨૨ વિદ્યાર્થીઓ પૈકી ૨૧ ની હાજરી અને ૦૧ વિદ્યાર્થીની ગેરહાજરી નોંધાઇ હતી. તેવી જ રીતે ધોરણ-૧૨ (HSC) માં સંસ્કૃત ( જુના-નવાં કોર્ષ) વિષયમા ગુજરાતી માધ્યમમાં નોંધાયલા કુલ-૨૬ વિદ્યાર્થીઓ પૈકી-૨૪ ની હાજરી અને ૦૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ધોરણ-૧૨ (HSC) માં સામાન્ય પ્રવાહમાં વાણીજ્ય વ્યવસ્થા વિષયમાં ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા કુલ-૪૧૮ વિદ્યાર્થીઓ પૈકી ૩૮૯ ની હાજરી અને ૨૯ વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી.



Share to