ઝગડીયા -23-02-2023
BCCI એ બહાર પાડેલી ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ કિક્રેટ (બોલર) પ્લેયરોની યાદીમાં ટોપ- ૧૦માં સમાવેશ
ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઈન્ટરસ્ટેટ કિકેટની ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. પુરા ભારતમાં પાંચ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટરસ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાઈ છે. હાલમાં, ઈન્ટરસ્ટેટ કિક્રેટની મેચ ભારતના હૈદરાબાદ ખાતે રમાઈ હતી. આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગ દરમ્યાન ઝગડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ ૧૦માં સમાવેશ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરની યાદી બહાર પાડી હતી. આ ટોપ ૧૦ ખેલાડીની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે. મુસ્કાન વસાવા અંડર ૧૬ થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર વુમન ટી- ૨૦ માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટરસ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે. મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ મુસ્કાનનો કિક્રેટ પત્યેનો લગાવ જોઈને ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. બલેશ્વર સ્થિત ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના ૭૦ થી પણ વધુ મેન- વુમન ખેલાડીઓ મફત કોચિંગ લઈ રહ્યા છે.
રિપોર્ટર – વિજય વસાવા નેત્રંગ
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો