ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જૂનાગઢ ખાતે આવેલ હતા . આ દરમિયાન તેઓ એ વિનય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સરદાર પટેલ કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ લોક પ્રશ્નો સાંભળીને તેમનું સરકાર મારફત નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને વિનય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના માલિક ,અગ્રણી ઉદ્યોગપતિ વિજયભાઈ દોમડીયા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે તેમની સાથે સમાજશ્રેષ્ઠી બીપીનભાઈ રામાણી અને સમુહ લગ્નતા પ્રણેતા સમાજસેવક શ્રી હરસુખભાઈ વઘાસીયા પણ સાથે રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિજયભાઈ દોમડીયા સાથે ની ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે હકારાત્મક કોઈ પણ કામ બાબતે સરકાર હંમેશા વેપારીઓ, ઉધોગપતિઓ અને નાગરીકો ની સાથે રહેશે. આ મુલાકાત દરમિયાન વિજયભાઈ દોમડીયા દ્વારા મંત્રી શ્રી સમક્ષ ઉદ્યોગ લક્ષી અને વેપારલક્ષી વિવિધ મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ રાઘવજીભાઈ પટેલે જૂનાગઢના સરદારપરા સ્થિત સરદાર પટેલ કન્યા છાત્રાલય ની મુલાકાત લીધી હતી અને સંસ્થા ના વડા જે.કે.ઠેસીયા સાહેબ સાથે શિક્ષણ મુદ્દે ચર્ચા કરી હતી.
આ તકે રાધવજીભાઈ એ સંસ્થા માં અભ્યાસ કરતી દિકરીઓ ને મળી ને તેમની સાથે વાર્તાલાપ કરીને ખૂશી વ્યક્ત કરી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો