December 22, 2024

એક ગીત જેને સાંભળીને ૨૦૦ લોકોએ કરી આત્મહત્યા, ૬૩ વર્ષ માટે કર્યું બેન, કયું છે ગીત, જાણો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૫
આજે અમે એક એવા ગીત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. ખરેખર, હંગેરીના એક સ્ટ્રગલર ગીતકાર અને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું. આ બ્રેકઅપથી વ્યથિત પ્રેમીએ ૩૦ મિનિટમાં જ એક સેડ ગીત લખી નાખ્યું. બ્રેકઅપ પછી લખાયેલું આ ગીત આખી દુનિયા માટે ઘાતક સાબિત થવા લાગ્યું. હવે તમે વિચારતા હશો કે આ ગીતમાં આ શું હતું. આ ગીતનું ટાઇટલ હતું ‘ગ્લુમી સન્ડે’ એટલે કે આ ગીત એટલું નિરાશાજનક હતું કે તેને સાંભળીને વિશ્વભરમાં ૨૦૦ થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. ઘણા લોકોની સુસાઈડ નોટમાં આ ગીતની લાઈનો લખેલી હતી અથવા તે ગીતના રેકોર્ડિંગ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. એવું કહેવાય છે કે ગીત બનાવનાર કલાકારે ઈલેક્ટ્રીક વાયરથી ગળું દબાવીને જીવનનો અંત આણ્યો હતો. આ ગીત જેના માટે લખવામાં આવ્યું હતું તે ગર્લફ્રેન્ડે પણ આ ગીત સાંભળીને આત્મહત્યા કરી લીધી હતી. ગીત સાંભળીને પોતાનો જીવ આપી દેવાના કિસ્સાઓ વધતા જાેઈને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ગીત પર આ ૬૩ વર્ષથી પ્રતિબંધ ચાલુ છે. વર્ષ ૧૯૩૩માં હંગેરી (યુરોપ)ના એક ગીત લેખક રેઝ્‌સો સેરેસે પોતાની અધૂરી પ્રેમકથા પછી એવું ઈમોશનલ ગીત લખ્યું કે દુનિયામાં હોબાળો મચી ગયો. આ ગીત એટલું નિરાશાજનક હતું કે હંગેરીથી અન્ય દેશોમાં પણ આત્મહત્યાના કેસ ઝડપથી વધવા લાગ્યા. આ કહાનીની શરૂઆત ત્યારે થાય છે જ્યારે રેઝ્‌સો એક રેસ્ટોરન્ટમાં પિયાનો વગાડતી વખતે મહિલા વેટ્રેસના પ્રેમમાં પડે છે. છોકરી પણ રેઝ્‌સોના પ્રેમમાં પડે છે. જાેકે છોકરી ઇચ્છતી હતી કે તે પિયાનો છોડીને સારું કામ કરવાનું શરૂ કરે. પરંતુ રેઝ્‌સો આ વાત માટે સંમત ન થયા અને બંને અલગ થઈ ગયા. તે જ દિવસે રેઝ્‌સોએ ગ્લુમી સન્ડે ગીત લખ્યું. ૧૯૩૩માં બનેલું આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે સમગ્ર હંગેરીમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા. હંગેરી આત્મહત્યાના મામલામાં વિશ્વમાં ૧૧માં નંબરે છે. આ ગીત નિરાશાજનક હતું, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેમ છતાં આ ગીત સમગ્ર વિશ્વમાં ૧૦૦ થી વધુ વિવિધ ગાયકોએ તેમના પોતાના અવાજમાં ગાયું હતું.


Share to

You may have missed