ઈકરામ મલેક: રાજપીપળા
બિલાડી ના ટોપની જેમ ગલીએ ગલીએ ખુલી ગયેલી બેંકો પેહલાં તો લોકો ને લોન આપવાની જાહેરાતો કરી લોભામણી ઓફરો આપે છે અને જ્યારે ગરજવાન લોન લેવા જાય ત્યારે લોન લેનારની ગરજ પારખી ને ઉતરતી કક્ષાનો વહેવાર કરવામાં આવે છે, અને જાણે પોતેજ બેંક ના મલિક હોય તેવું વર્તન કરતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકો ને હડધૂત પણ કરવામાં આવતા હોય છે. આવોજ એક કિસ્સો રાજપીપળા ના કોલેજ રોડ ઉપર આવેલી બંધન બેંક નું પાટિયું મારી લોન આપવાનું કામ કરતી સંસ્થા દવારા એક મહિલા ખાતેદારની લોન મંજુર કર્યા બાદ પૂરેપૂરી રકમ નહિ આપી વારંવાર ધક્કા ખવડાવતા ખાતેદાર ની સહાય માટે ગયેલી એક અન્ય મહિલા ખાતેદાર સાથે પણ બંધનબેન્ક ના મૅનેજર દ્વારા અપમાનજનક વર્તન કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
તારીખ 5 જાન્યુઆરી 2023 ના રોજ રાજપીપળાના એક વિસ્તારમાં રહેતી મહિલા જે લોકોના ઘરના વાસણ માંજી પોતાનું ગુજરાન ચલાવે છે સદર મહિલાએ બંધન બેન્કના લોન યુનિટ માં થી લોન મેળવી હતી પરંતુ બેંક દ્વારા તેઓને મંજૂર કરેલી લોનના પૂરેપૂરા પૈસા ચૂકવવામાં આવ્યા ન હતા. આથી બાકી રહેલી રકમ ક્યારે મળશે એ બાબતની પૃચ્છા કરવા આ મહિલા બેંકના મેનેજર પાસે જતા હતા ત્યારે તેઓને સરખો જવાબ આપવામાં આવતો ન હતો અને પછી આવજો એમ કહી વારંવાર ધક્કા ખવડાવામાં આવતા હતા, આથી સદર મહિલા જેના ઘરે વાસણ માજવાનું કામ કરતી હતી એ મહિલાને પોતાની આપવીતી જણાવી મદદ માટે પોતાની સાથે બેંક મા આવવા કહ્યું હતું.
આથી સદર મહિલા બેંક લોન લેનાર મહિલા ને લઈ બંધન બેન્કના મેનેજર પાસે ગઈ હતી અને તેઓને બાકીના પૈસા ક્યારે મળશે તે બાબતે પૂછપરછ કરી લોન લેનાર મહિલા ને બાકી ની રકમ ક્યારે મળશે? એવું મેનેજર ને પૂછતાજ બંધન બેંક ના મેનેજર ઉકળી ઉઠ્યા હતા અને “તમે મને પૂછવા વાળા કોણ? લાવો તમારું આધાર કાર્ડ એમ કહી રજુઆત કરવા ગયેલી મહિલા સાથે ઉદ્ધતાઈ કરી હતી, અને મહિલા ને કહ્યું હતું કે તમારે પોલીસ પાસે જવું હોય તો પણ જાવ મારુ કઈ બગડે નહિ” અને પોતાના સ્ટાફ ના માણસ ને આદેશ કર્યો હતો કે એમની લોન કેન્સલ કરી નાંખો એમ કહી ધમકી આપી હતી.
આ બાબત ની જાણ “દુરદર્શી ન્યુઝ ” ના પત્રકાર ને થતા તેઓ પણ બેંક મેનેજર પાસે આ બાબત ની વિગત લેવા જતા તેમને પણ ઉડાઉ જવાબ આપ્યા હતા અને કમ્પ્લેન કરવા માટે ઉપલા અધિકારી નો કોન્ટેકટ નમ્બર માંગતા નહિ મળે એમ જણાવી દીધું હતું અને અહીંયા પોતેજ સર્વેસર્વા છે એવું પ્રસ્થાપિત કરી દીધું હતું.
પોતાની લોન કેન્સલ થઈ જશે એવી બીક ના માર્યા શ્રમજીવી મહિલાએ આ બાબતની લેખિત ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું. તો શું બંધનબેન્ક ના સત્તાધીશો આવા ઉદ્ધત અને બેફામ કર્મચારીઓ ને પાણીચુ આપશે તેમની સામે આ મામલે તપાસ કરશે કે પછી આવા હલકી માનસિકતા ધરાવતા “આધુનિક શાહુકારો” હાઈટેક યુગમાં પણ લોકો અર્વાચીન યુગ ની યાદ અપાવતા રહેશે….
વધુ અહેવાલ આવતી કાલે
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…