November 21, 2024

હળવદના તક્ષશિલા સંકુલ ખાતે સૂર્યકૂકર ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Share to





* પાંડુરંગ શાસ્ત્રીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શાળાના તમામ કર્મચારીઓને ઉર્જા બચાવવાના વિચાર સાથે સૂર્યકૂકર ભેટમાં અપાયા. *

* મનુષ્ય ગૌરવ દિન નિમિતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા ઘરેથી કાપડની થેલી લઈને ખરીદી કરવા જવા અને વિજળીનો યોગ્ય ઉપયોગ કરવા અંગે ટકોર કરવામાં આવી*
હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજ હંમેશા નવતર પ્રયોગો કરવા માટે જાણીતી છે. આ વર્ષે પણ આ પરંપરાને આગળ ધપાવતા શાળાના તમામ કર્મચારીઓને સૂર્યકૂકર ભેટમાં આપવામા આવ્યા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં શાળાના પ્રમુખ ડાહ્યાભાઈ ગરધરિયાએ તમામ કર્મચારીઓને એક થઈ વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક કાર્ય કરનાર શિક્ષકોને બિરદાવ્યા હતા. સંસ્થાના એમ.ડી. ડો. મહેશ પટેલે માત્ર ૩૩ વિદ્યાર્થીઓથી શરુ થયેલ બીજ આજે ૩૩૩૩ જેટલા વિદ્યાર્થીઓનો વડલો બની ગયો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટી રમેશ કૈલાએ સૂર્યકૂકર ભેટમાં આપવાના વિચાર પાછળ સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી અર્થાત્ દાદાના વિચારવૈભવ છે તેમ જણાવ્યું હતું તો સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પેશ સિણોજીયાએ એક જ ડાળના પંખી આપણે સહુ એક જ ડાળના પંખી થીમ પર એક રહેવા હાકલ કરી હતી. અરવિંદ સોલંકી, જીગર પટેલ અને પડેલ રાજવીબેને તક્ષશિલા સંકુલમાં જોડાયા ત્યારથી લઈને અત્યાર સુધીના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રોહિત સિણોજીયાએ કર્યું હતું.


પાર્થ વેલાણી


Share to