(DNS પાર્થ વેલાણી)
હળવદ તાલુકામાં કવાડીયા નજીકથી તેલ ભરેલું ટેન્કર પસાર થઈ રહયું હતું ત્યારે કોઈ કારણોસર આ ટેન્કર પલટી મારી ગયું હતુ. ટેન્કર પલટી મારતા તેમાં ભરવામાં આવેલ તેલ ટેન્કરમાથી ઢોળાયુ હતુ જે ઢોળાયેલ તેલને લેવા માટે લોકોએ કેરબા, ડબા સહિતના વાસણો લઈને પડાપડી કરી હતી.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ ધાંગધ્રા હાઈવે રોડ પર હળવદથી થોડે દુર કવાડીયા ગામના પાટિયા પાસે એક ટેન્કર પલ્ટી જવાનો બનાવ બન્યો હતો જેમાં ધ્રાંગધ્રા ગામ તરફથી આવતુ તેલ ભરલુ ટેન્કર કોઈ કારણોસર કાવડિયા ગામ પાસે પલટી મારી ગયું હતુ જેનુ ટેન્કરમાં ભરવામાં આવેલ તેલ ઢોળાતા તેલની રેલમછેલ થઈ ગઈ હતી. આ બનાવની જાણ આજુ બાજુના લોકોને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટેન્કરમાથી તેલ નીચે ઢોળાતું હોય લોકોએ તે તેલ લેવા માટે પડાપડી કરી હતી અને લોકો ઘરેથી કેરબા, ડબા સહિતના વાસણો લઈને આવ્યા હતા તેમાં તેલ ભરીને લઈ ગયા હતા.આ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો