November 22, 2024

નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બિસ્માર માર્ગોને લઇ અનોખો વિરોધ નેત્રંગમાંથી પસાર થતા માર્ગો ઉપર ખાડાઓનું પેચવર્ક કરી વિરોધ નોંધાવ્યો સ્વખર્ચ પેચવર્ક કરવા નીકળેલ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી

Share to




ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન ખાબકેલા ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર -48 સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે . જેને પગલે અકસ્માતોની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે સાથે વાહન ચાલકોને ખાડાઓને લઇ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે . ખાડાઓને પગલે ગુરુવારની રાતે નેત્રંગ – ડેડીયાપાડા માર્ગ ઉપર કૂપ ગામના બસ સ્ટેન્ડ નજીક એક પરિવારની કાર ખાડામાં પડ્યા બાદ ડેમના પાણીમાં ગરક થઇ જતા દંપતી સહીત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.

આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા માર્ગોનું પેચવર્ક નહી કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અનેકવાર રજુઆત છતાં પણ માર્ગની મરામત નહીં કરાતા નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશ વસાવા , ઉપપ્રમુખ મોશિન પઠાણ અને આગેવાન શેરખાન પઠાણની આગેવાનીમાં સ્વખર્ચ પેચવર્ક કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો . આ વિરોધ પ્રદર્શન કરી રહેલા 24 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી . તંત્ર દ્વારા બે દિવસમાં પગલાં નહીં લેવામાં આવે તો જિલ્લાના તમામ માર્ગો બ્લોક કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી .

*વિજય વસાવા નેત્રંગ*


Share to