શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધીક્ષક શ્રી છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એ.વી.કાટકડ નાયબ
પોલીસ અધીક્ષક છોટાઉદેપુર ડિવીઝન તથા એ.એ.દેસાઇ બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી રાજય તેમજ જીલ્લા બહારના ગુમ થયેલ વ્યક્તિઓની તપાસ કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને સુચના આપેલ હોય જે અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ શ્રી સી.ડી પટેલ નાઓની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય.
ગઈકાલ તા.૧૩/૦૭/૨૦૨૧ ના રોજ નસવાડી પોલીસ સ્ટેશનના પોકો અલ્પેશભાઇ પુનાભાઇ બ.નં.૧૬૭ તથા
અ.પો.કો. વિષ્ણુભાઇ કરશનભાઇ બ.નં.૧૯૫ તથા અ.પો.કો અનિલભાઇ લીલાભાઇ બ.નં.૧૬૮ નાઓ નસવાડી પો.સ્ટે વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મોજે રતનપુરા નર્મદા મેઇન કેનાલ પાસે આવતા એક અજાણ્યો ઇસમ ભિખારી જેવો માણસ મળી આવતા
તેની પુછપરછ કરતા મળી આવેલ ઇસમ પોતાનું નામ ” ભગવાન ભુરકે ” હોવાનું જણાવેલ જેથી તેના પુરા નામ સરનામાં વિષે પુછપરછ
કરતા તે જણાવી શકેલ નહી બાદમાં મળી આવેલ ઇસમનું ફેસબુકમાં નામ સર્ચ કરતા ” ભગવાન ભરકે નામનું પ્રોફાઇલ મળી આવેલ
જેમાં મળી આવેલ ઇસમનો ફોટો હોય જે વેરીફાય કરી તેના એકાઉન્ટમાં નાંદેડ હોવાનુ જાણવા મળે છે જે આધારે નાંદેડ જીલ્લા પોલીસ
કંટ્રોલ રૂમનો નંબર મેળવી ત્યાંની પોલીસને મળી આવેલ ઇસમની સાથે વાતચીત કરાવતા મળી આવેલ ઇસમનું પુરૂ નામ ” ભગવાન અપારાવ ભુરકે ઉવ ૩૨ રહે કુશલવાડી તા.હદગાવ જી.નાંદેડ (મહારાષ્ટ્ર) નાનો માહિતી મળેલ હોય જે આધારે તેના ગામની નજીકના પોલીસ સ્ટેશનનો કોન્ટેકટ નંબર મેળવી તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સાથે વાત કરી તેઓના મો.નં ઉપર સદરી ઇસમનો ફોટો વ્હોટસએપ કરી મળી આવેલ ઇસમની ખરાઇ કરવા જણાવતા ત્યાંની પોલીસે ગામે જઈ મળી આવેલ ઇસમના ઘરે જઈ તપાસ કરતા તેના ભાઇ તથા તેના પરિવારના સભ્યોને સદરી ઇસમનો ફોટો બતાવતા સદરી ઇસમને તેના પરિવારના સભ્યોએ ઓળખી બતાવેલ હોય અને મળી આવેલ ઇસમ છેલ્લા સાતેક માસથી ગુમ થયેલ હોવાનું જણાવેલ હોય અને તેઓને નસવાડી પોલીસ સ્ટેશન સદરી ઇસમ હોય જેથી ત્યાં આવી લઈ જવા જાણ કરવામાં આવેલ છે.આમ છેલ્લાં સાતેક માંસથી ગુમ થયેલ પરિવારથી વિખુટા પડેલ વ્યકિતની તેના પરિવાર સાથે મેળાપ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ નસવાડી પોલીસ દ્વારા પુરૂ પાડવામાં આવેલ છે.
અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો