November 22, 2024

આજરોજ ૯ કલાકે આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે નલિયા ગામમાં મહા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Share to



આ રેલીની શરૂઆત શ્રી આંબેડકર સ્મારકથી નલિયાની બજાર ચોક સુધીની હતી. આ રેલી ની શરૂઆત શ્રી નાયબ કલેક્ટર, શ્રી જેતાવત સાહેબ, શ્રી તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ સાહેબ અને ટી.પી.ઈ.ઓ. અબડાસાના શ્રીમતી રંજનબેન કરમશી દ્વારા કરવામાં આવી હતી. આ રેલીમાં નલિયા ગામની પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક શાળાના બાળકો અને તમામ શાળાના શિક્ષકો તથા અન્ય શાખાઓના તમામ સ્ટાફના કર્મચારીઓ આ રેલીમાં હાજર હતા. આ રેલીમાં આશરે 800 બાળકો અને શિક્ષકો તથા અગ્રણીઓ હાજર હતા.
આ રેલીમાં મુખ્ય હેતુ એ હતો કે
“હર ઘર તિરંગા” નો પ્રચાર કરવાનો અને લોકોમાં ૭૫ વર્ષ પૂર્ણ થયા ની ઉજવણી ની લોક
જાગૃતિ કેળવાય. આ રેલીમાં નાયક કલેક્ટરશ્રી, જેવાયત સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, નલિયા
ટી.પી.ઈ.ઓ. શ્રીમતી રંજનબેન કરમશી. નલિયા બી.આર.સી. સાહેબ શ્રી, લખધીરસિંહ, સી.આર.સી. શ્રી. અરવિંદભાઈ દામા, નલિયા P.S.I.વી.આર. ઉલવા સાહેબ શ્રી હાજર હતા તથા ગામના S.M.C.સભ્યો અને અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

આ રેલીમાંતમામ શાળાઓના બાળકો પણ હાજર હતા.
(૧) શ્રી નલિયા. પ્રા. શાળા નં ૩
(૨) શ્રી નલિયા. કુમાર શાળા નં ૨
(૩) શ્રી નલિયા. શાળા.નં.૪
(૪) શ્રી નલિયા કન્યાશાળા
(૫) શ્રી નલિયા તાલુકા શાળા.નં૧
(૬) શ્રી નલિયા વી.એલ. હાઈ સ્કુલ
(૭) શ્રી નલિયા સેન્ટ ઝેવિયર્સ શાળા
(૮) શ્રી નલિયા સા.સ. કન્યા વિદ્યાલય નલિયા
(૯) શ્રી નલિયા મોડેલ સ્કૂલ.

આ રેલીમાં પોલીસ જવાનો નો પૂરો સ્ટાફ હાજર હતો અને રેલીમાં પણ ભાગીદાર બન્યા હતા.


Share to