DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં તલોદરા ગામ નજીક જાહેર માર્ગ પર દીપડો જોવા મળતા લોકો માં ફફડાટ…

Share to

તલોદરા

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં અવારનવાર દિપડા એ દેખા દીધી હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, તો કેટલાંક સ્થળોએ થી વન વિભાગે દીપડાઓને પાંજરે પુરી અન્ય સલામત સ્થળે પણ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં પણ અવારનવાર દિપડાએ દેખા દીધી હોવાના વિડીયો પણ વાયરલ થયા છે…

તો ગતરોજ ઝઘડિયા જીઆઇડીસી વિસ્તાર ના તલોદરા ગામ નજીક એક કંપની પાસે જાહેર માર્ગ પર દીપડો જોવા મળ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે….

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ઝગડીયા જીઆઇડીસીની વર્ધમાન કંપની પાસેની ઝાડીઓમાં દીપડો તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો…

ત્યારે આજરોજ ફરી એકવાર જીઆઇડીસી વિસ્તારમાં દીપડો દેખાઈ દેતા જીઆઈડીસી માં આવેલ કંપનીઓમાં રાત્રી દરમીયાન કામ અર્થે જતા કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે….

#દૂરદર્શી ન્યૂઝ ખબર એક દમ સાચી


Share to

You may have missed