_તાજેતરમાં ભેસાણ તાલુકાના પરબવાવડી પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાયેલ, જેમાં ધર્મપ્રેમી ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો…._
_જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી દ્વારા 01 ડીવાયએસપી, 03 પીઆઈ, 10 પીએસઆઈ, 258 પોલીસ, 207 જીઆરડી, 100 હોમ ગાર્ડ, એક પ્લાટૂન એસઆરપી, સહિત 600 પોલીસ માણસો તથા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત* ગોઠવવામાં આવેલ હતા. ઉપરાંત, મેળામાં ખિસ્સા કાતરું તેમજ છેડતી કરતા લુખ્ખા તત્વોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ડી સ્ટાફના જવાનોને ખાસ ખાનગી કપડામાં સિવિલ ડ્રેસમાં તૈનાત* કરવામાં આવેલ. સમગ્ર બંદોબસ્તને મંદિર પરિસર અને મેળા ગ્રાઉન્ડ બંદોબસ્ત એમ બે ભાગમાં* વહેંચવામાં આવેલ હતો. બહારથી આવતા ટ્રાફિક ને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ દ્વારા તમામ રોડ ઉપર પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ દરેક રોડ ઉપર રાવટીઓ નાખી રાવટીઓ માં પણ પોલીસ બંદોબસ્ત* રાખવામાં આવેલ .._
_આમ, પરબધામ ખાતે અષાઢી મેળામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ના હતો. લોકોએ ખૂબ જ શાંતિ થી અગવડતા વગર મેળો માણેલ હતો. સામાંન્ય મોબાઈલ ચોરી સિવાય કોઈ બનાવ બનેલ ના હતા. જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા સતત ખડે પગે રહી, પરબધામ ખાતે આવતા ભાવિ ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે ખાસ વ્યવસ્થા* ગોઠવવામાં આવેલ હતી. મેળા દરમિયાન વરસાદ વરસતા પર્કિંગના સ્થળ ખેતરોમાં આવેલ હોઈ, વાહન પાર્કિંગ કરવામાં કોઈ અગવડતા ના પડે વાહન ચાલકોને હેરાનગતિ ના થાય એ બાબતની પણ કાળજી રાખવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા પણ સતત બે દિવસ પરબધામ ની વિઝીટ કરી, સુરક્ષા વ્યવસ્થા બાબતે માર્ગદર્શન* આપવામાં આવ્યું હતું. પરબધામ ના મહંત કરસનદાસ બાપુ તથા વ્યવસ્થાપકો દ્વારા પોલીસ બંદોબસ્તની સરાહના કરી, સારો બંદોબસ્ત રાખવા બદલ પોલીસ વિભાગનો આભાર માનવામાં આવેલ* છે…._
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો