November 22, 2024

રાજકોટના ઉપલેટાના ગોડાઉનમાં સંગ્રહ કરેલા ૨૯૩૫ કટ્ટા અનાજ ઝડપાયું

Share to


(ડી.એન.એસ)રાજકોટ,તા.૦૨
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમા તથા પંચહાટડી ચોકમા આવેલ દુકાનમા ફારૂક ઈબ્રાહીમ જાહેર વિતરણના ઘઉં ચોખાનો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરી લોટ બનાવી કાળા બજારમા વેચતા હોવાની ચોક્કસ બાતમી આધારે ધોરાજી પ્રાંત અધિકારી તથા માર્ગદર્શન હેઠળ ઉપલેટા મામલતદાર તથા નાયબ મામલતદારની ટીમ સાથે ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ સુરીયા હસ્તકના ગોડાઉન અને દુકાનના સ્થળે તપાસ કરી જાહેર વિતરણના સરકારી ચોખા ૧૪,૯૭,૧૦૦ કિંમતના ૧૪૯૩ કટ્ટા, તથા ૩,૫૭,૩૬૦ કિંમતના ૪૫૩ કટ્ટા ઘઉં અને ૪૫૦ કિંમતની તુવેર દાળ સરકારી માર્કા પેકીંગ વાળી મળી કુલ રૂ. ૧૮,૫૮,૮૬૦નો સરકારી સસ્તા અનાજનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ સુરીયા દ્વારા આ ઘઉં-ચોખાનો જથ્થો સરકારી બારદાનમાથી પ્લાસ્ટિક બારદાનમા ફેરવી બાદ આ જથ્થામાથી ફ્લોર મીલ દ્વારા લોટ બનાવી રૂ.૨૫/- ના પ્રતિ કિલો ભાવે કાળા બજારમા વેંચાણ કરવાની પ્રવૃતિ કરવામા આવતી હતી અને તેઓ દ્વારા આ જથ્થો કાર્ડ ધારકો પાસેથી પોતાની પંચહાટડી ચોકની દુકાને રૂ.૧૫/- ના ભાવે ખરીદી રઘુવીર બંગલાના ગોડાઉને લાવી આવી પ્રવૃત્તિ કરતા હોવાની કબૂલાત આપી હતી. ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સરકારી માર્કાવાળા ખાલી બારદાનો ઉપરાંત ૭૨ ભરેલા કટ્ટા મળી આવેલ તે અંગેની પૂછપરછમા ચોખા ૮૦ કટ્ટા પી.ડી.પારઘી પંચહાટડી ચોકની સસ્તા અનાજની દુકાનેથી ખરીદ્યાનુ જાહેર કરતા તે અનુસંધાને પી.ડી. પારઘીની સસ્તા અનાજની દુકાનની તપાસ કરતા ત્યાથી પણ સ્ટોક સિવાયના વધારાના ઘઉંના ૭૨ કટ્ટાનો ગેરકાયદેસર જથ્થો મળી આવતા સીઝ કરી સમગ્ર બાબતે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપલેટાના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમા તથા પંચહાટડી ચોકમા આવેલ દુકાનમા ફારૂક ઈબ્રાહીમ જાહેર વિતરણના ઘઉં-ચોખાનો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કરી લોટ બનાવી કાળા બજારમા વેચતા હોવાની બાતમી આધારે ધોરાજી પ્રાંત અધિકારી અને ઉપલેટા મામલતદારની ટીમે દરોડો પાડી અનાજનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી છે.


Share to