શ્રીમતી એમ.એમ ભક્ત હાઈસ્કૂલ બાળકો સાથે શિક્ષકો એ નેત્રંગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.ત્યાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સાથે વાર્તાલાપ કર્યો પોલીસ બાળકોને વિવિધ પોલીસ શસ્ત્રની માહિતી અને તેનો ઉપયોગ ક્યારે થાય , કયા શસ્ત્રની શું તાકાત છે તેના વિશે શસ્ત્ર પ્રદર્શન કરીને ખૂબ ઝીણવટભરી માહિતી આપી.બાળકોને પોલીસ સ્ટેશનમાં કયા કયા વિભાગ હોય છે ?, ફરિયાદ ક્યાં કરવી ? , વાયરલેસ શુ છે ? ગુનેગારને ક્યાં રાખવામાં આવે છે ? જપ્ત કરેલ વસ્તુઓ કે હથિયાર ક્યાં સચવાય છે ?નારીશકિત કરણ ટ્રાફિક ના નિયમો? સ્ટાર શુ છે ? કેટલા સ્ટાર કોને કોને હોય ? દરેકની કામગીરી શુ હોય ? તથા અન્ય ઓફીસ અને પોલીસ સ્ટેશન સબંધી માહિતી આપવામા આવી હતી
આ મુલાકાતમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ પોલીસ મથકના પી.એસ.આઈ.એન.જી.પાંચાણી સહીત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો