દુનિયાના કોઈ પણ ખૂણે યુદ્ધ , તોફાનો , કુદરતી આફતો જેવી વિશમ પરિસ્થિતી સમયે પત્રકારો દ્વારા લોકોને સ્થિતિ થી વાકેફ કરવા તથા અનેક સામાન્ય લોકોને મદદ મળી રહે તે માટે દિવસ રાત જોયા વગર અનેક કાર્યક્રમો સહિતના કવરેજ કરવામાં આવતું હોય છે ત્યારે આવું અપમાન કરવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહેવાય?
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નીમીષાબેન સુથાર વિરુદ્ધમાં છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને આવેદન આપવામાં આવ્યું હતું આવેદન માં જણાવાયું હતું કે હાલમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં વિકાસના કામોના કાર્યક્રમો કરી રહી છે . અને દરેક જીલ્લામાં પહેલેથી જ પ્રભારી મંત્રીઓની નિમણૂક પણ કરી છે . આ મંત્રીઓ જ જીલ્લાના વિકાસને વેગ મળે તે માટે અને આ વિકાસની ગાથા મીડિયા થકી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરે છે . પરંતુ છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી મંત્રી નીમીષાબેન સુથાર મુલાકાત કરતા મીડિયાકર્મીઓને સતત અવગણી રહ્યા છે .અને મીડિયાકર્મીઓને બાઇટ આપવા તૈયાર થતાં નથી . અને સતત કોઈ ના કોઈ બહાને ટાળી રહ્યા છે .અને આમ કરીને છોટાઉદેપુર જીલ્લાના સરકારના કામોની પ્રસીધ્ધી તેમજ લોકપ્રશ્નોને મળતી વાચા અટકે છે.તેની સાથે સાથે મીડિયાકર્મીઓને બાઇટ આપવાનું કહી વારંવાર બાય બાય ચાયણી કરી અવગણના કરે છે જેના નજીકના ભૂતકાળના તાજા ઉદાહરણ નીચે મુજબ છે.
૧)મહિલા દીવસ પહેલા તેઓ જીલ્લાના બે દીવસના પ્રવાસે હતા ત્યારે ઠેર ઠેર કાર્યક્રમો રાખ્યા હતા ત્યારે સંદેશ ન્યૂઝ ચેનલના રીપોર્ટર દ્વારા મહિલા દીવસની સ્ટોરી માટે તેઓની પાસે બાઇટ લેવા માટે વિનંતી કરી હતી તે સમયે જીલ્લા ભાજપના સંગઠનના પ્રમુખ , સ્થાનીક સાસદ , તેમજ ધારાસભ્ય પણ હાજર હતા , ત્યારે તેઓએ પોતાના પી.એ.નો સંપર્ક કરીને સમય લેવાની વાત કરી હતી .અને બે દીવસ સુધી કોણીએ ગોળ ચોટાડી રાખ્યો હતો પણ સમય અથવા બાઈટ આપી ન હતી .અને આ રીતે સંદેશ ન્યૂઝ ચેનલના રીપોર્ટરનું હળહળતું અપમાન કર્યું હતું.
૨) ગત તા . ૨૦ મે ના રોજ સંખેડા ખાતે મંત્રી પુર્ણેશ મોદી આવ્યા ત્યારે પણ નીમીષાબેન સુથાર કાર્યક્ર્મના સ્થળે હાજર હતા ત્યારે સ્થાનિક મીડિયાકર્મીઓએ આરોગ્યને લગતી મેટર માટે કાર્યક્મ પુરો થયા બાદ નીમીષાબેન સુથારનો બાઇટ માટે સંપર્ક કર્યો હતો , ત્યારે મીડિયાકર્મીઓને અવગણીને ગાડીમાં બેસીને જતાં રહ્યા હતા . અને મીડિયા કર્મીઓનું અપમાન કર્યું હતું.
૩ ) પુર્ણેશ મોદીના કવાંટ ખાતે બસ ડેપોના ખાત મુર્હુત નિમિત્તે પુર્ણેશ મોદી જ્યારે મીડિયાને બાઈટ આપવા માટે ગોઠવાઈ ગયા તે સમયે બધા મીડિયા કર્મીઓએ પોતાની જગ્યા લઈ લીધી હતી પરંતુ પોતે મીડિયાની સતત અવગણના કરતા નિમિષાબેને અચાનક જ બાજુમાંથી કહ્યું કે “ માહિતીખાતા વાડા ક્યાં છે અહીં વચ્ચે આવો ” એમ કહી પહેલાથી ગોઠવાયેલા મીડિયા કર્મીઓને ઉદ્ધતાઈ પૂર્વક કહ્યું કે ” હટો આમને જગ્યા આપો ” જો માહિતી ખાતા પાસે જ કાર્યક્રમનું કવરેજ કરાવવાનું હતું તો મીડિયા કર્મીઓને આમંત્રણ કેમ અપાયું ?? આવી રીતે હાજર પત્રકારોનું જાહેરમાં અપમાન કરાયું હતું .આમ કરીને મંત્રી નીમીષાબેન સુથાર છોટાઉદેપુર જીલ્લાના પત્રકારોને અવગણીને અપમાન કરી રહ્યા છે .આવા બનાવો જ્યારથી તેઓને પ્રભારી મંત્રીની જવાબદારી મળી ત્યારથી સતત બની રહ્યા છે .અને પત્રકારોનું સતત અપમાન કરી રહ્યા છે .જીલ્લાના પ્રભારી મંત્રીના નાતે તેઓએ જીલ્લાની સમસ્યાઓ , જીલ્લા માટે સતત ચિંતા કરવી એ એમની ફરજ છે સાથે સાથે જીલ્લાની ચિંતા કરતાં પત્રકારો સાથે પણ તાલમેલ મેળવવી જોઈએ.પરંતુ પ્રભારી મંત્રી નીમીષાબેન સુથારને છોટા ઉદેપુર જીલ્લાના પત્રકારોનું સતત અપમાન કરવામાં અનેરો આનંદ મળતો હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે . જેનો અમો છોટા ઉદેપુર જીલ્લાના તમામ પત્રકારો સખત વિરોધ કરીએ છે .અને આજથી આ આવેદનપત્ર આપીને નીમીશાબેન સુથારના જીલ્લામાં યોજાતા સરકારી કાર્યક્રમમાં જ્યાં પણ નિમિષાબેન સુથાર હાજર રહેશે તે તમામ કાર્યક્રમનો અમો જીલ્લાના તમામ પત્રકાર બહિષ્કાર કરીએ છે .જેથી અમારી આ રજૂઆત ધ્યાને લઈને તાત્કાલીક અમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે નહિ તો અમારે આગામી દીવસોમાં યોજાનાર સરકારી કાર્યક્રમોનો સામૂહિક બહિષ્કારની સાથે સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો