ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂની હેરફેરનો મામલો ઘણો વધી રહ્યો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ આલુંજ ગામે થી ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં જથ્થા સાથે અંકલેશ્વર રૂરલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી
આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરિમ્યાન મળેલ બાતમીને આધારે આરોપીઓ મુકેશભાઈ છગનભાઇ વસાવા તથા રાહુલભાઈ અજીતભાઈ વસાવા બંને રહે, આલુંજ, અંકલેશ્વર ના ઓ તેમની ઇકો ફોરવ્હીલ ગાડી નંબર GJ/16/BN 7106 માં ઈંગ્લીશ દારૂનાં જથ્થાને વેચાણ અર્થે મુકેશભાઈના ઘર આગળ પાર્ક કરેલ હતી
તે સમયે પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા ગાડી માંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની નાની બોટલો મળી કુલ બોટલ નંગ 702 જેની કિંમત રૂ. 1,24,260/- સહીત ઇકો ગાડી જેની કિંમત રૂ. 3,00,000/- મળીને કુલ 4,24,260/- નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વોન્ટેડ આરોપી રમણભાઈ રહે, દમણ અંગે પૂછપરછ શરૂ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો