જૂનાગઢ આઇ.જી.સાહેબ તથા .પોલીસ અધિક્ષક સાહેબ રવિતેજા વાસમશેટ્ટી સાહેબ દ્વારા જુનાગઢ જીલ્લામાં વિશ્વાસધાત છેતરપીંડી અંગેના દાખલ થયેલ ગુનાઓ ના આરોપીઓ ને સત્વરે પકડી પાડવા અને તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે સુચના આધારે .પી.જી.જાડેજા સાહેબ ડી.વાય.એસ.પી. જુનાગઢ નાઓ ના માર્ગદર્શન થી જુનાગઢ બી.ડીવી પો.સ્ટે. વિસ્તારના રહેણાંક લોકો સાથે આવા બનેલ બનાવો અંગે પોલીસ ફરીયાદ દાખલ કરી અને તેની પો.ઇન્સ. એન.આર.પટેલ સાહેબ દ્વારા તટસ્થ અને યોગ્ય રીતે પોલીસ તપાસ કરવામાં આવતી હોય જેમાં જુનાગઢ જોષીપરા હરીદ્રાર સોસાયટી ના રહીશ અને નિવૃત કર્મચારી ઘનસુખભાઇ કુરજીભાઇ ઘડૂક પટેલ નાઓએ પોતાની ફરીયાદ દાખલ કરાવેલ હોય જેમાં ફરીયાદીશ્રી ને પોતાની ભીયાળ ગામે આવેલ જમીન ઉચ્ચા ભાવમાં વેચાવી આપવાની લાલચ આપી આરોપીઓએ પોતાની ગુંદરણ ગામની જમીનનો સાટાખટ્ટ કરાવી લઇ તેની અવેજ પેટે ફરીયાદી પાસેથી રૂ.૫૭,૦૦,૦૦૦/- અલગ અલગ તારીખોએ આરોપીઓ એ મેળવી અને આ રૂપિયા ફરીયાદી ને પરત આપેલ ન હોય આમ આ લોકો એ એકબીજા ને મદદગારી કરી ગુનો કરેલ હોય અને આ કામની તપાસ દરમ્યાન ગુંદરણ ગામના રહીશો આરોપી નં.(૧) લખમણભાઇ ભગવાનભાઇ કરમટા .ગુંદરણ ગામ, પ્રેમનગર નેસ, તા.તાલાળા જી.ગીર સોમનાથ તથા નં.(ર) કાળુભાઇ ભગવાનભાઇ કરમટા .ગુંદરણ ગામ, પ્રેમનગર નેસ, તા.તાલાળા જી.ગીર સોમનાથ વાળાઓ ને પો.ઇન્સ. શ્રી એન.આર.પટેલ સાહેબ એ તા.૦૯/૦૬/૨૦૨૨ ના રોજ ધોરણસર અટક કરેલ હોય અને આરોપીઓ ને નામ.જુનાગઢ કોર્ટ માં રજુ કરી અને આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ રકમ મેળવવા ધારદાર દલીલો કરતા આ કામે પકડાયેલ બન્ને આરોપીઓ ના નામ.કોર્ટ જુનાગઢ દ્વારા તા.૧૫/૦૬/૨૦૨૨ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કરેલ છે,અને બન્ને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ માં છે,અને આગળની તપાસ પો.ઇન્સ. શ્રી એન.આર.પટેલ દ્વારા કરવામાં આવેલ છે.
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો