જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૧૦,૬૩૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૮ જેટલાં જરૂરીયાત વાળા દરદીઓને અપાયેલી સારવાર
રાજપીપલા,ગુરૂવાર:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૮ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આજે RTPCR ટેસ્ટમાં ૪૦૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૪૫ સહિત કુલ-૭૫૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૮ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૧૦,૬૩૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૧૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૮૦૦૫ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૬૨૬૦૯ લોકોને વિતરણ કરાઇ છે
More Stories
જૂનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્યભાસ્કર – જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે Drawing Against Drugs” નુ આયોજન કરવામાં આવ્યું
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો