રિપોર્ટર…. નિકુંજ ચૌધરી
માંડવીના બજરંગ પાર્ક રૂપેણખાતે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ફેડરેશન આયોજિત 15 માં સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે.
દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ફેડરેશન તેમજ માંડવી તાલુકા ચૌધરી સમાજ પંચ, માંડવી સંકલિત જિલ્લા તાલુકા ચૌધરી સમાજ યુનિટ આયોજિત 15માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 54 યુગલો પ્રકૃતિ દેવોની અસીમ કૃપાથી અગ્નિની સાક્ષીએ ચૌધરી સમાજની પરંપરાગત લગ્નવિધિથી થી પરિણય સંસ્કાર પામી જીવનની કેડી કંડારી વડીલોના આશીર્વાદ મેળવશે. જેમાં તમામ નવયુગલોને જીવન જરુરિયાતની વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રભુ ભાઇ ચૌધરી મહામંત્રી સહ કન્વીનર, માજી કેન્દ્રીય મંત્રી ડો. તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, અમરસિંહ ઝેડ.ચૌધરી તેમજ મોટી સંખ્યામાં મહાનુભવો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો