November 22, 2024

જૂનાગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ ગીર ગાયને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV ફૂટેજ CAMERA દ્વારા ગણતરીની કલાકોમાં શોધીને મૂળ માલિકને પરત કરવામાં આવી

Share to




💫 *_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા એ.ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી પરબતબાઇની ગુમ થયેલ ગીર ગાયને જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ._*

💫 _તા. 30.04.2022 ના રોજ જૂનાગઢ શહેર ખાતે રહેતા અને મજુરી કરતા *પરબતબાઇ ભીમાભાઇ વંશ (રબારી) ની ગીર ગાય પોતાના ઘરે બાંધેલ હતી ત્યાથી છુટી જતી રહેલ હોય* પરબતબાઇએ આજુબાજુ તપાસ કર્યા બાદ પણ કોઇ પતો ના લાગતા તે અને તેમનો પરીવાર ખૂબ ચીંતામાં સરી પડી ગયા હતા, આખરે તેમણે આ બાબતની જાણ એ ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એમ.એમ.વાઢેરને કરતા, તેઓ દ્રારા જીલ્લાના નેત્રમ શાખા (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરા દ્રારા ગુમ થયેલ ગીર ગાયની શોધખોળ કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ. પરબતભાઇ અને તેમના પરીવારની આજીવીકા આ ગાય પર હોય તેમજ *ગાય હિન્દુ લોકો માટે માં સમાન હોય અને જેથી આ બાબતની ગંભીરતા લઇ, જુનાગઢ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી…..*_

💫 _જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી *શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_

💫 _જૂનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. અશોકભાઇ રામ, હાર્દિકભાઇ સીસોદિયા, એન્જીનીયર. જૈમીનભાઇ ગામી, રીયાઝ અંસારી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં* પરબતબાઇની ગુમ થયેલ ગીર ગાય દાતાર રોડ ઉપર જતી જોવા મળેલ અને કોઈ વ્યક્તિ દ્વારા તે ગાયને દોરીને લઈ જવાનું CCTV કેમેરામાં ધ્યાને આવેલ. બનાવની ગંભીરતા સમજી પી.એસ.આઇ. પી.એચ.મશરું દ્વારા સમગ્ર બાબતની જાણ એસ.ઓ.જી. પી.આઇ. એ.એમ.ગોહિલને કરતા પી.આઇ. એ.એમ.ગોહીલ પોલીસ સ્ટાફ અનિરુધ્ધ સિંહ વાંક, ધર્મેશભાઈ વાઢેર, પરેશભાઇ ચાવડા સહિતની ટીમ દ્વારા પરબતબાઇની ગુમ થયેલ ગીર ગાયને ગણતરીની કલાકોમાં જ પ્રદીપ ટોકીઝ પાસેથી શોધી કાઢવામા આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા પરબતબાઇની ગુમ થયેલ ગીર ગાય કે જે તેમની માતા સમાન હોય અને પરિવારના સભ્ય તરીકે હોય જે ગાયને ગણતરીની કલાકોમાં સહિ સલામત શોધી આપી પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પરબતબાઇ અને તેમના પરીવારે જૂનાગઢ પોલીસનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પરબતભાઇને પોતાના ઢોરને સાચવવા અને ભવિષ્યમાં આ પ્રકારની બેદરકારી ના દાખવવા સૂચના આપવામાં આવેલ…*_

_*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર), એસ.ઓ.જી. શાખા અને એ ડિવિઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પરબતબાઇની ગુમ થયેલ ગીર ગાયને ગણતરીની કલાકોમાં શોધી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to