💫 _જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાંથી તા. 27.12.2021 ના રોજ ધોરાજી રહેતા ફરિયાદીની સગીર વયની દીકરીનું આ ફોટામાં રહેલ આરોપી દિવ્યેશ ઉર્ફે જીમી વિજયભાઈ વાગડીયા ખાંટ રહે. લગન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરવા બાબતનો ગુન્હો તા. 07.01.2022 ના રોજ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે. જે ગુન્હાની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર દ્વારા હાથ ધરવામાં આવેલ છે…._
💫 _જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા તથા સ્ટાફ દ્વારા અપહરણ કરનાર આરોપી દિવ્યેશ ઉર્ફે જીમી વિજયભાઈ વાગડીયા ખાંટ તથા અપહૃત સગીરાની સઘન તપાસ કરવા છતાં આજદિન સુધી મળી આવેલ નથી. આ ગુન્હા નો આરોપી દિવ્યેશ ઉર્ફે જીમી વિજયભાઈ વાગડીયા ખાંટ ખૂબ જ ચાલક રીઢો ગુનેગાર હોઈ, પોતાની ધરપકડ ટાળવા સગીરા સાથે જુદા જુદા વિસ્તારમાં રખડતો ફરે છે. જૂનાગઢ પોલીસ દ્વારા આ આરોપી દિવ્યેશ ઉર્ફે જીમી વિજયભાઈ વાગડીયા ખાંટ, ભૂતકાળમાં જ્યાં જ્યાં મજૂરી કામ કરતો હતો ત્યાં તેમજ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરતા, હજુ સુધી મળી આવેલ નથી. ઉપરાંત, ટેકનિકલ સોર્સ દ્વારા પણ માહિતી મેળવતા, કોઈ વિગત મળી આવેલ ના હોઈ, આરોપી દિવ્યેશ ઉર્ફે જિમ્મી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરે છે. જૂનાગઢ પોલીસ દ્વારા આરોપી દિવ્યેશ ઉર્ફે જીમી વિજયભાઈ વાગડીયા ખાંટ રહે. ધોરાજી નું નામદાર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા, વોરંટ પણ કઢાવેલ છે…._
💫 _ઉપરોક્ત ફોટામાં રહેલ સગીરા ના અપહરણના આરોપીદિવ્યેશ ઉર્ફે જીમી વિજયભાઈ વાગડીયા ખાંટ રહે ધોરાજી બાબતે કોઈ હકીકત જાણવા મળે તો, પ્રદીપસિંહ જાડેજા ડીવાયએસપી, જૂનાગઢ((M:- 9825215682) એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. વાઢેર (M:- 884947721), હરેન્દ્રસિંહ ભાટી, પીઆઈ ક્રાઇમબ્રાંચ, જૂનાગઢ (M:- 7575018101), ઉપર જાણ કરવા જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવે છે. જાણ કરનાર કે બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, તેવું પણ જણાવવામાં આવેલ છે…_
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો