November 22, 2024

બોડેલી સહિત જિલ્લા ગામડાઓ મા પીવાતા પૌષ્ટિક પીણું ગણાતા નીરાની મોસમ ખીલી ઉઠી”સૂર્ય ઉગતા પહેલા પીઓ તો ફાયદો બાદ નશાકારક પીણું છોટાઉદેપુર જિલ્લામાં નીરા ની બોલબાલા”.

Share to



અંતરિયાળ છોટાઉદેપુર જિલ્લો વન વિસ્તાર ધરાવે છે અને તેથી જ અહી લાખો ની સંખ્યામા તાડ ના ઝાડ થી હજારો લીટર નીરા ના વેચાણ સાથે જ તાડના ઝાડ આદિવાસીઓ માટે આવકનું સાધન પણ બની રહ્યું છે
હાલ છોટાઉદેપુર જિલ્લાના કુદરતી તાડના ઝાડ પર થતા નીરાની મોસમ પણ શરૂ થઇ ગઈ છે અને લોકો આ આરોગ્યવર્ધક પીણાની લહેજત માણી રહ્યાં છે. આયુર્વેદ તજજ્ઞોની દ્રષ્ટિએ આ પૌષ્ટિક પીણાંને માત્ર સુર્યોદય પહેલા જ પીવાનું સૂચન કરે છે.

છોટાઉદેપુર જિલ્લા આદિવાસી વિસ્તારોમા તાડના વૃક્ષો અંદાજિત ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે.જેમાથી હાલ દૈનિક હજારો લીટર ઉપરાંત નીરો જિલ્લાના તાલુકા ઓમાં તાડના વૃક્ષો પર નાના નાના માટલા બાંધી તેમાંથી ઝરતો રસ ઝીલાઈ રહ્યો છે.શિયાળા ની ત્રુતુ મા તાડના ઝાડમા નીરા નો રસ ઝરવાની શરૂઆત થઇ જાય છે જે દરમ્યાન રસ ભરપૂર પ્રમાણ મા નીકળે છે હાલ જે રસ સવારમાં નીરો તરીકે પીવાય છે. બોડેલી તાલુકા સહિત જિલ્લાના અનેક ગામડાઓ મા વહેલી સવારે લોકો નીરો પીવા ઉમટી રહ્યા છે અને નીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાય આદિવાસીઓને હાલ નીરાના વેચાણ થકી આજીવિકા પણ મળી રહી છે. 100 ફૂટ જેટલા ઊંચા ઝાડ પર ચઢી બાંધવામાં આવતી માટલીમાં ઝરતા રસને તેઓ એકત્રિત કરી ત્રીસ થી ચાલીસ એક લીટર ના ભાવે વેચાણ કરવામાં આવે છે. જિલ્લા મા બે થી અઢી લાખ રૂપિયા નીરા ના વેચાણ થી આ તાડના ઝાડ આદિવાસીઓ માટે આવકનું પૂરક સાધન પણ બની રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ નીરો સવારમાં સૂર્ય ઉગતા પહેલા પીવાય તો ફાયદો કરે છે અને ત્યારબાદ તે તાડી એટલે કે નશાકારક પીણું બની જાય છે.
હાલમાં તો બોડેલી સહિત જિલ્લા ગામડાઓ મા પીવાતા પૌષ્ટિક પીણું ગણાતા નીરાની મોસમ ખીલી ઉઠી છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to