November 22, 2024

પાણી આવતા પહેલા જ લાઇન તુટી પાણીની સમસ્યા યથાવત

Share to



નવી લાઇન નાખી જે સીમેન્ટ ની ચોકડી બનાવી અને નળ માટે 275 થી વધુ લાઇનો ઉભી કરી કરી દેવામા આવી તકલાદી કામગીરી થઈ હોવાનો વિસ્તારના લોકોનો આક્ષેપ

બોડેલી તાલુકા ના અલીખેરવા મા આવેલા ટેકરી ફળીયા વિસ્તાર મા વાસ્મો દ્વારા બનાવેલ પાણી ની લાઇન ના નળ તુટી ગયા પાણી આવતા પહેલા જ નળ તુટી જતા નવા ડે. સરપંચ ને રજુઆત
તકલાદી કામ થતા સ્થાનિકો મા રોષ જોવા મળી રહ્યો છે જ્યારે પાણી ની સમસ્યા યથાવત


છોટાઉદેપુર જીલ્લા ના બોડેલી તાલુકા ના અલીખેરવા ના વાદી ટેકરી ફળીયા વિસ્તાર મા વાસ્મો દ્વારા બનાવેલ પાણી ની લાઇન ના નળ તુટી ગયા નો મામલો સામે આવ્યો છે
એક મહિના ના અગાઉ સીમેન્ટ થી બનાવેલ નળની લાઇન પાણી આવતા પહેલા તુટી ગઇ

આ વિસ્તાર મા સર્જાઇ રહેલી પાણીની સમસ્યા ને લઇ સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયતે નવા ડે. સરપંચ ને રજુઆત કરી હતી અને અહી બનાવવા મા આવેલી લાઇન નુ કામ
તકલાદી હોવાની પણ રજુઆત સ્થાનિકો કરી હતી હલકી કક્ષાનુ કામ થતા સ્થાનિકો મા રોષ જોવા મળી રહ્યો છે

વાસ્મો દ્વારા બનાવેલ નવી લાઇન ને લઇ સ્થાનિકો ને પાણી ની સમસ્યા દુર થવાની આશા બંધાઇ હતી પરંતુ આ નવી લાઇન નાખી જે સીમેન્ટ ની ચોકડી બનાવી અને નળ માટે 275 થી વધુ લાઇનો ઉભી કરી કરી દેવામા આવી છે તેનુ કામ ખુબ તકલાદી અને કાચુ થયેલુ હોય નાના બાળકો પકડે તો પણ તુટી જાય તે જણાઇ આવતા અહી વિઝીટ કરવા આવેલા અલીખેરવા જુથ ગ્રામ પંચાયત ના ડે.સરપંચ તેમજ સભ્યને આ બાબત ની જાણ કરવામાં આવતા અહી કામમા ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા વ્યકત કરી હતી

કેટલાય સમયથી પડી રહેલી પાણી ની સમસ્યા ને લઇ સ્થાનિકો એ ડે.સરપંચ ને રજુઆત કરતા તેમને પાણી ની સમસ્યા દૂર કરી આપવાની ખાતરી આપી છે હાલ તો અહી નાખવામાં આવેલ નવી લાઇન ચાલુ થતા પહેલા જ તુટી જતા તપાસ નો વિષય બન્યો છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to