November 22, 2024

જૂનાગઢ ના ભેસાણ માંઅનિયમીત વિજપાવાર મળવાથી ખેડુતોના ઉનાળુ પાક સુકાઈ જવાના આરે તેમજ મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ મામલતદાર ને આવેદન આપ્યું

Share to



ભેસાણ ના ખેડુતોને અનિયમીત વિજપાવાર મળવાથી ખેડુતોના ઉનાળુ પાક ઉગતાજ સુકાઈ ગયો અને વાવેતર ખર્ચ અને સિજન સાવ નિષ્ફળ જાઈ તેવો નિયમ સરકાર બનાવી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી હોઈ એવો અહેસાસ જગતનાં તાત ને હવેતો છેતરવાનું બંધ કરો. તેમજ ગેસ પેટ્રોલ ડીઝલ અને રાસાયણિક ખાતર તથા દવા અને ખેત ઉત્પાદન માં વપરાતા તમામ વસ્તુઓના ભાવ આસમાને જય રહયા છે અને સરકાર તાયકાઓ માનવું રહિ છે.હરએક યોજનાના નવા નવા નામ આપી લોચ કરી નાના અને મધ્યમ વર્ગના અને છેવાડાના માનવી અને ખેડૂતોને ધ્યાન ભટકાવીને પાયમાલ કરી રહી છે ત્યારે આજરોજ ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભેસાણ મામલતદાર મારફત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને આવેદન પત્ર આપ્યું હતું

.આ તકે ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજૂભાઈ મોવલિયા,ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ ત્રાપસિયા, યાર્ડ ના વાઇસ ચેરમેન રામજીભાઈ ભેસાનીયા,પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ દીપકભાઈ સતાસિયા,રાજેશભાઈ ભુવા,વજૂભાઈ સૈયાગોર,સંયોજક ભરતભાઈ હીરપરા,ભુપતભાઈ વાજા,મુકેશભાઇ ગજેરા, જયસુખભાઇ હિદડ,હરેશભાઇ નિમાવત,પિયુષભાઈ રાદડીયા,લાલુભાઇ વોરા,તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં..

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જુનાગડ
D, n, s, news


Share to