December 22, 2024

ભરૂચ જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા બહાર પાડેલચલણી નોટ તથા સિક્કા નહિ ચલાવનારા ધ્યાન આપે

Share to


ભરૂચઃ શનિવાર :- ભરૂચ જિલ્લાના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા બહાર પાડેલ ચલણી નોટો તથા સિક્કા ચલાવવામાં આવતા નથી કે સ્વીકારવામાં આવતાં નથી. ખાસ કરીને રૂ.૫/- ની ચલણી નોટ તથા રૂ.૧૦/- ના સિક્કાઓ ભારતીય રીઝર્વ બેંક દ્વારા માન્ય કરેલ હોવા છતાં સ્વીકારવાની ભારતીય નાગરિકો આનાકાની કરતા હોય છે આથી જાહેરજનતાને જણાવવાનું કે, જો ભારતીય નાગરિક ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સહિતાની કલમ ૧૨૪-એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે જેથી ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ ચલણી નોટો તથા સિક્કા સ્વીકારવા જાહેર જનતાએ નોંધ લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક અખબારી યાદીમાં જણાવેલ છે.


Share to

You may have missed