December 26, 2024

મિત્રો સાથે વડોદરા થી રાજપીપળા ધોધ ઉપર નાહવા આવેલા યુવાન નું અહરણ બાદ હત્યા

Share to


રીક્ષા અને ઈકો ગાડી લઈ સાથે આવેલા મિત્રો ઝગડો થતા મરણ જનાર જયેશ ને મુકી નાસી ગયા અને ફોન બંધ કરી દીધા


મરણ જનાર પત્ની વિધવા, બની અને 12 વર્ષ દીકરી દિશા અને 5 વર્ષીય પુત્ર તક્ષ એ પિતા ની છત્રછાયા ગુમાવી

ઈકરામ મલેક:રાજપીપળા

રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ તારીખ 18-03-2022 ના રોજ વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા મરણ જનાર જયેશભાઈ તેમની રીક્ષા લઈ અને બે ઈકોગાડી ભરી કેટલાક મિત્ર રાજપીપળા નજીક આવેલ કરજણ ડેમ બાર ફળિયા ના પાણીના ધોધમાં નહાવા માટે આવેલા હતા દરમિયાન આ કામના આરોપીઓ રાહુલ રામચંદ્ર કહાર, ધ્રુપાલ ઉર્ફે સત્યમ કમલેશ કહાર, રાહુલ હરિપ્રસાદ કહાર, કલ્પેશ નાનું વસાવા, વિકાસ નાનુ વસાવા, યુવરાજ ઉર્ફે યુવી રાજપૂત, કિશન ઉર્ફે ટકલુ દિલીપભાઈ વસાવા, રોનક ઉર્ફે ચામુ મહેન્દ્ર વસાવા તમામ રહે રાજપીપળા જીલ્લો નર્મદા નાઓ એ મરણ જનાર અને તેમના અન્ય મિત્રો સાથે ઝઘડો કરી પથ્થર મારો કરતા તેમના મિત્રો ઈકો ગાડી મા ભાગી ગયેલા તે દરમિયાન ઈકો ગાડી નો પાછળ નો કાચ તોડી નુકશાન કરી આ કામ ના આરોપીઓ ફરિયાદી મહેન્દ્રભાઈ ગુલાબસિંગ મકવાણા ના મરણ જનાર ભાઈ મોટા ભાઈ જયેશ ગુલાબસિંગ મકવાણા ને આરોપીઓ એ પકડી લઈ રીક્ષા મા અપહરણ કરી લઈ જઈ રાજપીપળા ના વાડિયા જકાતનાકા થી અંબિકા નગર સોસાયટી પાસે સાંજ ના 5 કલાક આસપાસ મરનાર નું ગળું દબાવી દઈ મોત નિપજાવી દઈ હત્યા કરી દેવા અંગે નો ગુનો 302 ની કલમો સહિત અન્ય કલમો સાથે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મરણ જનાર જયેશભાઈ ગુલાબસિંગ મકવાણા વડોદરાના અટલાદરા મુકામે સાઈબાબા સ્કૂલ સામે પરિવાર સાથે રહેતા હોય તારીખ 18 માર્ચ 2022 ના તેઓએ પોતાના મિત્રો (1) હસમુખ શનાભાઈ બારીયા, (2) સંજય ઉર્ફે ભયલું ભાસ્કર ગાયકવાડ, (3) વિજયભાઈ અશોકભાઈ ટાપરે તેમજ અન્ય મિત્રો સાથે પોતાની ઓટો રીક્ષા GJ06 AW 2046 લઇ અને ઈકો ગાડી લઈ રાજપીપળા નજીક આવેલા બાર ફળિયા ના પાણી ના ધોધ મા નાહવા માટે ગયેલા, જ્યાં રાજપીપળા ના સ્થાનિક 8 જેટલા યુવાનો સાથે ઝઘડો થતા આરોપીઓ એ પથ્થરો મારતા મરણ જનાર જયેશ મકવાણા ને મૂકી ને તેના મિત્રો ઈકો ગાડી લઈ ભાગી ગયા હતા.

આરોપીઓ એ મરણ જનાર નું રીક્ષા મા અપહરણ કરી લઈ ગળું દબાવી હત્યા કરી નાખી લાશ મૂકી ને ફરાર થઈ ગયા હતા, મરણ જનાર ના નાના ભાઈ ઈકો ગાડી ની વર્ધિ મારી પરત ઘરે આવતા મરણ જનાર ની પત્ની અને અને માતા એ જણાવેલ કે જયેશભાઇ મિત્રો સાથે રાજપીપળા નાહવા ગયેલ ત્યાં રાજપીપળા ના માણસો સાથે ઝઘડો થતા તેમની સાથે ના મિત્રો નાસી ગયેલ અને જયેશભાઈ ને મારમારી રીક્ષા સાથે લઈ ગયેલ છે એવી હકીકત વર્ણવતા મહેન્દ્ર ભાઈ દ્વારા જયેશભાઈ સાથે ગયેલા મિત્રો નો સંપર્ક કરવા નો પ્રયાસ કરતા થઈ શક્યો ન હતો તમામ ના ફોન બંધ આવેલ.

આથી મહેન્દ્રભાઈ એ પોતાના અન્ય મિત્રો ને વાત કરી સાથે લઈ રાજપીપળા મુકામે આવી તપાસ કરતા તેમના મોટા ભાઈ જયેશ નું ખુન થઈ ગયું હોવાનું જાણવા મળેલ, અને લાશ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ના પી.એમ રૂમ માં રાખેલ હોવાની જાણ થતાં પી.એમ રૂમ માં જઈ લાશ પોતાના ભાઈ જયેશ ની હોવાની ઓળખ કરી હતી. અને આરોપી વિશે જાણકારી મેળવી હતી. પોલીસ એફ.આઈ.આર મા દર્શાવ્યા મુજબ આરોપીઓ એ જયેશભાઈ મકવાણા નું અપહરણ કરવા ની અને રાહુલ રામચંદ્ર કહારે ગળું દબાવી મારી નાખેલ હોવાનું જણાયું છે.

આમ રાજપીપળા નજીક ના બાર ફળિયા ના પાણી ના ધોધ ઉપર નાહવા ની બાબતે ઝગડો થતા એક નું અપહરણ કર્યા બાદ હત્યા કરી દેવા અંગે નો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે, મરણ જનાર પરણિત હતો અને સંતાનો મા એક દીકરી ઉ. વ 12 તથા 5 વર્ષ નો દીકરો છે, બન્ને એ પિતા ની છત્ર છાયા ગુમાવી છે. એ એક દુઃખદ પાસું છે. આ સમગ્ર ઘટના ની તપાસ રાજપીપળા પોલીસ મથક ના પો.ઇન્સ શ્રી જે.જી ચૌધરી કરી રહ્યા છે આરોપીઓ પૈકી મોટા ભાગ ના પકડાઈ ગયા હોવાની માહિતી તપાસ અધિકારી પો.ઇન્સ જે.જી ચૌધરી પાસે થી જાણવા મળેલ છે.


Share to

You may have missed