December 22, 2024

ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન જે લોકોએ ખુબ જ સક્રિયપણે તેમની

Share to

કામગીરી બજાવી છે, તેવા કોરોના વોરિયસ ડૉક્ટર, નર્સ, અન્ય સફાઈ કામદારો તથા અન્ય બીજા લોકોએ કોરોના વોરિયસની સાથે રહીને કોરોના મહામારીને હરાવવા માટે જે સફળ કામગીરી કરી છે, તેવા તમામ કોરોના વોરિયસને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલશ્રીના હસ્તે એન.જી.ઓ. થકી 3400 જેટલી કિટસ આજ રોજ નર્મદા જિલ્લાની સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન કોવીડ હોસ્પિટલ, રાજપીપલા ખાતે વિતરણ કરવામાં આવી.

તેમજ કોરોના વોરિયસ ડૉક્ટર, સ્ટાફ નર્સ તથા અન્ય સફાઈ કામદારોને કોરોના મહામારી દરમિયાન સફળ કામગીરી કરવા બદલ બિરદાવવામાં આવ્યા અને ભવિષ્યમાં હજુ પણ જરૂર પડે તો કોરોના વોરિયસ ટીમ કોરોના મહામારીને હરાવવા સફળ કામગીરી કરે અને અવિરતપણે તેમની સેવા ચાલુ રાખે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે મારી સાથે નર્મદા જિલ્લાના સહકારી આગેવાનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તથા કોરોના વોરિયસ ડૉક્ટર, નર્સ તથા સફાઈ કામદારો હાજર રહ્યા હતા.


Share to

You may have missed