(ડી.એન.એસ)યુક્રેન,તા.૦૮
રશિયાએ નાગરિકોને બહાર કાઢવા માટે સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણા વિસ્તારોમાં માનવ કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે.જાે કે ખાલી કરાવવાના માર્ગો મોટાભાગે રશિયા અને તેના સાથી દેશો બેલારુસ તરફ જઈ રહ્યા છે.નાગરિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે કે કેમ? તે અંગે હાલ કોઈ સ્પષ્ટીકરણ જાેવા મળી રહ્યુ નથી. કોરિડોરની જાહેરાત છતાં, રશિયન દળોએ કેટલાક યુક્રેનિયન શહેરો પર રોકેટ હુમલા અને કેટલાક વિસ્તારોમાં ભીષણ લડાઈ ચાલુ રાખી છે. ઉત્તર,દક્ષિણ અને મધ્ય યુક્રેનના શહેરોમાં રશિયા દ્વારા ગોળીબાર ચાલુ હોવાથી હજારો યુક્રેનિયનો હાલ સુરક્ષિત રીતે દેશથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે રાજધાની કિવ, દક્ષિણી બંદર શહેર મેરીયુપોલ, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ અને સુમીમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. નવા યુદ્ધવિરામ પ્રસ્તાવમાં મોટાભાગના બહાર નીકળવાના માર્ગો રશિયા અથવા તેના સાથી બેલારુસ તરફ છે. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે આ પગલાંને “અસ્વીકાર્ય” ગણાવ્યું હતું.તેમજ યુક્રેનિયન સરકારે આઠ માર્ગો પ્રસ્તાવિત કર્યા તે ખોલવા જણાવ્યુ હતુ. રશિયા અને યુક્રેન વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત યોજાઈ હતી. વાટાઘાટો પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકારે કહ્યું કે, સુરક્ષિત કોરિડોર બનાવવા માટે થોડી પ્રગતિ થઈ છે. જાે કે, તેમણે બેઠકની વધુ વિગતો શેર કરી ન હતી. આ ઉપરાંત યુદ્ધમાં મૃત્યુઆંક અંગે પણ સ્પષ્ટતા થઈ નથી. ખાર્કિવ પ્રદેશ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે ત્યાં ૨૦૯ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી ૧૩૩ નાગરિક હતા. ેંદ્ગ શરણાર્થી એજન્સીનું કહેવું છે કે અત્યાર સુધીમાં ૧૭ મિલિયનથી વધુ લોકોએ યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે. શહેરોમાં ગોળીબારમાં અન્ય ઘણા લોકો ફસાયા છે. મેરીયુપોલમાં ખોરાક, પાણી અને દવાઓની અછત છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ કિવના ઉપનગરોમાં વિનાશક દ્રશ્ય વચ્ચે નાગરિકોને બહાર કાઢવામાં થઈ રહેલી મુશ્કેલી અંગે પણ જાણ કરી છે.
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ