૮ માર્ચે કેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે

Share to(ડી.એન.એસ)અમેરિકા,તા.૦૮
સમગ્ર વિશ્વમાં લોકો ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પાછળનો ધ્યેય સમાજમાં મહિલાઓને સમાન અધિકાર આપવા અને સમાજમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ દરેક દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓની આર્થિક, રાજકીય અને સામાજિક સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે મહિલાઓને ફૂલ અને ભેટ આપે છે. ઘણા દેશોમાં આ દિવસે શાળા, કોલેજ, ઓફિસમાં મહિલાઓને આ દિવસે રજા આપવામાં આવે છે. પરંતુ એવા ઘણા ઓછા લોકો છે જેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સંબંધિત ઈતિહાસ વિશે જાણે છે તો ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે જાેડાયેલા ઈતિહાસ વિશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કોન્સેપ્ટ લાવનાર ક્લેરા ઝેટકીને મહિલા દિવસની ઉજવણી માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી. ૧૯૧૭માં યુદ્ધ દરમિયાન રશિયાની મહિલાઓએ ‘બ્રેડ એન્ડ પીસ’ એટલે કે રોટી અને કપડા માટે હડતાળ પર જવાનો ર્નિણય કર્યો હતો. આ હડતાલ પણ ઐતિહાસિક હતી કારણ કે મહિલાઓની હડતાલે સમ્રાટ નિકોલસને તેમનું પદ છોડવાની ફરજ પાડી હતી. જે બાદ વચગાળાની સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. તે સમયે રશિયામાં જુલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો અને બાકીના વિશ્વમાં ગ્રેગોરીયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. મહિલાઓએ આ હડતાલ શરૂ કરી તે તારીખ ૨૩ ફેબ્રુઆરી હતી. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ દિવસ ૮ માર્ચ હતો. તેથી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચે ઉજવવાનું શરૂ થયું. યુનાઈટેડ નેશન્સે ૧૯૭૫માં મહિલા દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. યુનાઈટેડ નેશન્સે ૧૯૭૫માં થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રથમ થીમ હતી ‘સેલિબ્રેટિંગ ધ પાસ્ટ, પ્લાનિંગ ફોર ધ ફ્યુચર.’ એટલે કે, ભૂતકાળની ઉજવણી કરો અને ભવિષ્ય માટે યોજના બનાવો.


Share to

You may have missed