December 22, 2024

મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના વરદ્દ હસ્તેબારડોલી તાલુકાના છીત્રા ગામે રૂા.૧.૦૭ કરોડના ખર્ચે સાકારિતથયેલા ચેકડેમનું લોકાર્પણ

Share to


ચેકડેમના નિર્માણથી આસપાસની એક હજાર હેકટર જમીન નવપલ્લિત થશેઃ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીઃ
——-
સુરતઃશુક્રવારઃ- સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે બારડોલી તાલુકાના ખરડ-છીત્રા ખાતે રૂા.૧.૦૭ કરોડના ખર્ચે નિર્મિત થયેલા ચેકડેમનું લોકાર્પણ કર્યું હતું.
છીત્રા તેમજ આજુબાજુના ગામો દરિયાની નજીક આવેલા હોય દરિયાના પાણીની ખારાશના કારણે બોર, કુવાના પાણીમાં ખારાશનું પ્રમાણ પણ વધ્યું છે. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા છીત્રા ગામે પૂર્ણા નદીમાં ૧૩૬ મીટરની લંબાઈનો ચેકડેમ બનાવવામાં આવ્યો છે. ચેકડેમનું નિર્માણ થવાથી પૂર્ણા નદીમાં ૭.૫૦ કિ.મી. સુધી પાણીનો ભરાવો થયો છે. જેમાં ૨.૫૦ મીલીયન ઘર મીટર જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ચેકડેમના નિર્માણથી આસપાસના છીત્રા, ખરડ, અમરોલી, રાણત, સેવાસરણ, કવિઠા, આમચક,વચ્છરવાડ જેવા ગામને એક હજાર હેકટર જમીનને સીધો સિંચાઈનો લાભ થશે. દરિયાની ખારાશની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવશે.
આ વેળાએ મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, જનહિતના વિકામકામોને વરેલી રાજય સરકાર દ્વારા કોરોના કાળ વચ્ચે પણ અનેકવિધ કામો સાકારિત કરવામાં આવ્યા છે. દરિયાના પાણીના કારણે આસપાસના ગામોમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે. ચેકડેમ બનવાથી બારડોલી, મહુવા અને નવસારી તાલુકાની એક હજાર હેકટર જમીનને સીધો ફાયદો થશે. જેનાથી ખેત ઉત્પાદનની સાથે ખેડુતોની આવક પણ વધશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ વેળાએ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નીલાબેન, કારોબારી સમિતિના અધ્યક્ષ પરિક્ષિતભાઈ, અગ્રણી સર્વશ્રી જીતેન્દ્રભાઈ, રમણભાઈ, જયેશભાઈ, સુરેશભાઈ, અગ્રણી સર્વશ્રી હેમતભાઈ, પુષ્પાબેન, સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed