ભરૂચઃ ગુરૂવાર :- ભરૂચ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુસર ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સમ્રગ ભરૂચ જિલ્લામાં તા.૩૦/૦૭/૨૦૨૧ ના રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તદઅનુસાર હથિયાર, તલવાર, ધોકા, સોટી/લાકડી, બંદૂક, છરા, સળગતી મશાલ કે અન્ય બીજા હથિયાર કે જેનાથી શારીરિક ઇજા પહોંચાડી શકાય તે સાથે રાખી ફરવાનું, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તે વસ્તુઓ ફેંકવાના, ઉકેલવાના યંત્રો સાથે લઇ જવા તથા તૈયાર કરવા, મનુષ્યોની આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાનું, અપમાનીત કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવાનું, અશ્લીલ ગીતો ગાવાનું અથવા ટોળામાં ફરવાનું, જે છટાદાર ભાષણ આપવાની ચાળા પાડવાની અથવા નકલ કરવાની તથા ચિત્રો નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની, અથવા તેનો ફેલાવો કરવા, સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની કે ચાળા વિગેરે કરવાની અને ચિત્રો નિશાનીઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા જેવા કૃત્યો કરી શકશે નહીં.
આ હુકમ ધાર્મિકવિધિ કે મરણોત્તર ક્રિયાને લાગુ પડશે નહી, ફરજ પરના સરકારી કર્મચારીઓ કે જેને ફરજ ઉપર હથિયાર લઇ જવાનું, ધારણ કરવાનું હોય તેને લાગુ પડશે નહી. જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ભરૂચ, જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ દ્વારા જેઓને શારીરિક અશકિત છે તેવા કારણોસર લાકડી/સોટી રાખવાની પરવાનગી આપી હોય તેઓને લાગુ પડશે નહી, ફાયરબ્રીગેડ, એમ્બ્યુલન્સ, અથવા સરકારી કામે પ્રવાસ કરતા વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહી. ખાસ કિસ્સા તરીકેની પરવાનગી ધરાવનારાઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યકિત આ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ના પ્રકરણ-૧૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચ તરફથી એક જાહેનામા ધ્વારા જણાવ્યું છે.
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ