December 22, 2024

સંવેદનશીલ સરકારનો સંવેદનશીલ નિર્ણયભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા પાંચ લાખનું ઇનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

Share to


ભરૂચઃ ગુરૂવાર :- ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.


Share to

You may have missed