December 22, 2024

રાજપીપળા પાલિકા ના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા ની બદલી

Share to

Foto:-former C.O Rajpipla palika


પાલિકા ના ઇતિહાસ મા પ્રથમ વખત મોબાઈલ ટાવર કંપનીઓ પાસે થી રૂ.12 લાખ જેટલો વેરો વસુલ કરાયા ની ઉપલબ્ધી

રાજપીપળા:-ઈકરામ મલેક

રાજપીપળા નગરપાલીકા ના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા ની જંબુસર ખાતે બદલી થવા પામી છે. 6 મહિના અગાઉ રાજપીપળા પાલિકા ના ચીફ ઓફિસર તરીકે નિમણુંક પામી આવનાર પરાક્રમસિંહ મકવાણા ની ટૂંક સમયમાંજ બદલી થતા તર્કવિતર્ક વહેતા થયા છે.

રાજપીપળા થી જંબુસર ખાતે બદલી પામેલા ચીફ ઓફિસર પરાક્રમ સિંહ મકવાણા એ પોતાના 6 મહિના ના ટૂંકા ગાળા ના વહીવટ મા નાણાકીય વર્ષ 2019-20 ની તુલનાએ 2020-21 મા 8 ટકા ની વૃદ્ધિ સાથે કુલ રૂ.1 કરોડ ને 96 લાખ રૂપિયા ની વેરા વસુલાત કરી પાલિકા ની તિજોરી મા જમા કરાવ્યા હતા, નાણાકીય વર્ષ 2019-20 મા રૂ.1 કરોડ ને 40 લાખ જેટલો વેરો વસુલાયો હતો. જ્યારે પરાક્રમસિંહ મકવાણા ના 6 મહિના ના કાર્યકાળ દરમિયાન 55 લાખ રૂપિયા વધુ વસુલાત કરાઈ હતી, વેરા વસૂલવા માટે કડકાઈ દાખવી જરૂર પડ્યે બાકીદારો ની મિલકતો ને સીલ મારવાની પણ કામગીરી તેઓ ના નેતૃત્વ મા કરાઈ હતી. સાથે સાથે રાજપીપળા પાલિકા ના ઇતિહાસ મા પ્રથમ વખત મોબાઈલ ટાવર કંપનીઓ પાસે થી પણ વ્યવસાય વેરા ની વસુલાત કરી રૂ.12 લાખ જેટલો વેરો મોબાઈલ ટાવર કંપનીઓ પાસે થી વસુલાયો હતો. પોતાના ટૂંકા કાર્યકાળ મા તેઓ એ પાલિકા ના હિત મા વહીવટી સૂઝબૂઝ ના દર્શન કરાવ્યા હતા.

અહીંયા ઉલ્લેખનીય છે કે પાછલાં થોડાક દિવસો મા ચૂંટાયેલા સદસ્યો અને પ્રમુખ સહિત પાલિકા ચીફ ઓફિસર વચ્ચે વહીવટી ગજગ્રહ ચાલી રહ્યો હોવાના અણસાર આવી રહ્યા હતા અને ચિફ ઓફિસર પોતાની ચેમ્બર ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થી પ્રથમ માળે લઈ જતા સદસ્યો એ આ બાબતે પ્રમુખ ને જાણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

બદલી બાબતે ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા ને રાજપીપળા પાલિકા ના વહીવટ બાબતે પૂછતા તેઓ એ રાજપીપળા પાલિકા મા ઘણા કામો કરવા યોગ્ય લેખવ્યા હતા, સાથે સાથે ઓછા સ્ટાફ નું પણ ઉલ્લેખ કર્યો હતો. અને વેરા વસુલાત સમયસર થાય તે પાલિકા ના હિત મા હોવાનું જણાવ્યું હતું.


Share to

You may have missed