December 22, 2024

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સહયોગથી વૃદ્ધ , વિધવા અને રોજગારી ગુમાવનાર લોકોને ૧૧૦૦ અન્નપૂર્ણા રેશન કિટ્સનું વિતરણ કરાયું

Share to


રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના અધ્યોગથી વૃદ્ધ , વિધવા અને જરૂરિયાતમંદ લોકોને ૧૧૦૦ અન્નપૂર્ણા રેશન કિટ્સનું વિતરણ જૂનાગઢના આંબાવાડી વિસ્તારના હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને રોજગારી ગુમાવવાના કારણે નિરાધાર બની ગયેલા ૧૫૦ પરિવારોની યાદી તૈયાર કરી સહાય કરાઈઃ જૂનાગઢ , અમરેલી અને ગિર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૫૦૦ કિટ્સનું વિતરણ કરાયું આગામી સપ્તાહે ભેસાણમાં ૪૦૦ પરિવારોને અન્નપૂર્ણા રેશન કિટ્સ વિતરણ કરવામાં આવશે , સંકટ સમયે લોકોને ઉપયોગી થાય એ સાચો ધર્મ છે –

સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયા અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર હરેશભાઈ ગજેરા કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે . ત્યારે કોરોનાની અસરગ્રસ્ત બનેલા , વૃદ્ધ , વિધવા , નિરાધાર અને જરૂરિયાતમંદ ૧૫૦ લોકોને અન્નપૂર્ણા રેશન કિટ્સ તૈયાર કરીને વિતરણ કરવાનો કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહ લગ્ન સમિતિ અને મહિલા મંડળના ઉપક્રમે યોજાયો હતો . જૂનાગઢના આંબાવાડી વિસ્તારમાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને રોજગારી ગુમાવી નિરાધાર બનેલા પરિવારોની યાદી તૈયાર કરીને આ સહાય કરવામાં આવી હતી .

જુનાગઢ જિલ્લામાં કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વેપાર – ધંધા ભાંગી પડ્યા છે . હજારો લોકો રોજગારી ગુમાવી ચુક્યા છે . અનેક પરિવારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે . ત્યારે આવી કપરી આર્થિક સ્થિતિમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન અને જૂનાગઢ જિલ્લા સમુહલગ્ન સમિતિ તથા મહિલા મંડળના ઉપક્રમે રેશનકિટ્સ વિતરણ કરવામાં આવી રહ્યું છે . આ અંગે વધુમાં વિગતો આપતા સમુહલગ્ન પ્રણેતા અને અગ્રણી સમાજ સેવક હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે , લોટ , ખાંડ , મીઠું , દાળ , તેલ વગેરે વસ્તુઓની રેશન કિટ્સ તૈયાર કરવામાં આવી હતી . જોષીપરાના આંબાવાડી વિસ્તારમાં હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની એક યાદી આગેવાનો અને સ્થાનિક જાણકારોને સાથે રાખીને તૈયાર કરવામાં આવી હતી . ત્યાર બાદ ખરાઈ કરીને સાચા જરૂરિયાતમંદ ૧૫૦ પરિવારો સુધી સહાય પહોંચાડવામાં આવી હતી .

હરસુખભાઈ વઘાસિયાએ વધુમાં જણાવ્યું છે કે , આ સંસ્થાઓના સહયોગ અને યુવાનોના સહકારથી ભેંસાણ ખાતે આગામી સપ્તાહમાં જરૂરિયાતમંદ પરિવારોને ૪૦૦ કિટ્સનું વિતરણ કરવામાં આવશે . આ રેશન કિટ્સ અત્યારે ત્યાં મોકલી પણ દેવામાં આવી છે . અનુકુળ સમયે કાર્યક્રમનું આયોજન કરીને નિરાધાર લોકોને સહાય પહોંચાડવામાં આવશે . સંકટ સમયે એક – બીજાને ઉપયોગી થવાના આશયથી માનવસેવાના ભાગરૂપે આ કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે . રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર હરેશભાઈ ગજેરા અને પ્રોગ્રામ સપોર્ટર દિલીપ મકાણીએ જણાવ્યું હતું કે , અત્યાર સુધીમાં ફાઉન્ડેશનના સહયોગથી જૂનાગઢ , અમરેલી અને ગિર સોમનાથ જિલ્લામાં ૬૫૦૦ જરૂરિયાતમંદ પરિવારોને આવી રીતે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી રેશન કિટ્સ અર્પણ કરાઈ છે . તેમજ કોવિડ સુરક્ષા માટે માસ્ક અને સેનેટાઈઝરનું પણ મોટા પ્રમાણમાં વિતરણ કરાયું છે . આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના દિવ્યેશ કાકડિયા , હિરા વ્યવસાય સાથે સંકળાયેલા લાલભાઈ વડાલિયા વગેરેએ હાજર રહીને આ સેવાકાર્યમાં સહયોગ આપ્યો હતો . નોંધ : આ મેટર સાથે ફોટોગ્રાફ્સ પણ મોકલેલ છે . તા.૨૯-૬-૨૦૨૧ લી . હરસુખભાઈ વઘાસિયા ( મો .૮૪૬૯૭૬૮૪૪૮ )

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જુનાગઢ


Share to

You may have missed