November 22, 2024

હળવદ ના ઇતિહાસ માં સૌથી મોટું દાન કરનાર મધુસુદનભાઈ નાનાલાલ મહેતા નું દુઃખદ અવશાન

Share to




શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ : શ્રી રામ ગૌશાળા ખાતે 450 ગૌવંશો ને લાપસી ની પ્રસાદી જમાડી શ્રદ્ધાંજલિ અર્પી


હળવદ ની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ માં છેલ્લા એક વર્ષ માં લાખો રૂપિયા નું માતબર રકમ નું દાન કરનાર મહાન દાનવીર મધુસુદનભાઈ મહેતા નું દુઃખદ અવસાન થતા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર – વિશ્વ હિન્દૂ પરિષદ અને રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં હળવદ ના વિવિધ સામાજિક ધાર્મિક અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા અને નરેશભાઈ રાવલ અને હાર્દિકભાઈ દવે દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મધુસુદનભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની દક્ષાબેન મહેતા દ્વારા હળવદ ની વિવિધ સંસ્થાઓ માં માતબર રકમ દાન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન શ્રી શરણનાથ ઉપવન અને ઉતારા ના રૂમ માટે 35 લાખ જેટલી માતબર રકમ નું દાન કરવામાં આવ્યું જયારે હળવદ ની શ્રી રામ ગૌશાળા ખાતે નવીન સેડ ના બાંધકામ માટે 7 લાખ જેટલી માતબર રકમ નું દાન આપવામાં આવ્યું જયારે રોટરી ક્લબ ઓફ હળવદ માં અતિઆધુનિક ઓક્સીઝ્ન સુવિધા વાળી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી સાથે રોટરી ક્લિનિક અને રાજોધરજી હાઈસ્કૂલ ના રીનોવેશન સહીત ના સેવાકાર્યો માટે 12 લાખ રૂપિયા ની માતબર રકમ નું દાન સદગત દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હળવદ ના ઇતિહાશ માં સૌ પ્રથમ વખત વિવિધ સેવાકીય કર્યો માટે આટલી મોટી રકમ નું દાન કરવામાં આવ્યું ત્યારે સદગત ના આત્મા ને ચીર શાંતિ મળે તે. માટે શ્રી શરણેશ્વર મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી અને શ્રી રામ ગૌશાળા ખાતે 450 ગૌવંશો ને લાપસી જમાડી સેવાકાર્ય થકી સ્વ.મધુસુદન દાદા ના આત્મા ને શાંતિ અર્પી હતી.


પાર્થ વેલાણી


Share to