November 22, 2024

ઝઘડિયા કીસોરી પર ગેંગરેપનાં આઠ આરોપીઓની ગણતરીના કલાકોમાં પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

Share to



બે દિવસ પહેલાં ઝઘડિયા તાલુકાના એક ગામની સગીર વયની યુવતી સાથે આઠ નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

તમામ આરોપીઓ વિરૂધ્ધ બળાત્કાર તેમજ પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો, તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ ની માંગ કરાશે.

ઝઘડિયાના એક ગામની સગીરા પર સામુહિક બળાત્કારની ઘટનામાં અંકલેશ્વર વિભાગીય ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઈ ને તપાસ સોપવામા આવી હતી, લોકલ પોલીસની ટીમે ગણતરી કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડ્યાં છે, ઝઘડિયાના એક ગામની સગીરા ને લગ્નપ્રસગ માંથી લઈ જઈ આઠ શખ્સો એ ગુજારેલ પાશવી બળાત્કારના બનાવ બાદ ઝઘડિયા પોલીસે તુરંત એક્શનમાં આવીને લોકલ પોલીસની ટીમો બનાવી હતી, જેમાં ધારોલીથી વિશાલ ચંદ્રેસ વસાવાને તેમજ , મોરતળાવથી કમલેશ ચંદ્રેસ વસાવાને જ્યારે માંડવા ગામેથી અન્ય કાર્તિક પ્રવીણ વસાવા, મનોજ મુકેશ વસાવા, ભાવિન સુરેશ વસાવા, અક્ષય રાજુ વસાવા, મેહુલ કલ્પેશ માછી પટેલ,તેમજ શાહિલ શબ્બીર મોગલ એમ ૬ આરોપી મળી કુલ ૮ આરોપીઓની અટકાયત કરી હતી, પોલીસે તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવી આરોપીઓ વિરૂધ્ધ બળાત્કાર તેમજ પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજુ કરસે બાદમાં રીમાન્ડ ની માંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવસે આ બનાવ અંગે અંકલશ્વર વિભાગીય ડીવાયએસપી ચિરાગ દેસાઈ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે.

રિપોર્ટર:-સતીસ વસાવા


Share to