December 22, 2024

“આપ”ની પૂર્વ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે બેઠક યોજાઇ

Share to

રિપોર્ટ પાર્થ વેલાણી

“આપ”ની પૂર્વ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામેબેઠક યોજાઇ હતી જેમા મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીમાંથી યોગેશ ભાઈ રંગપરીયા હાજર હતા બેઠક મા સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પ્રદેશ ટીમ ની મોરબી મુલાકાત લઈને ચર્ચા થઈ હતી ત્યાર બાદ મોટી સંખ્યામાં 70 થી વધારે યુવાનો વડીલો માતાઓ બહેનો જોડાયા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022 માં યોજવાની છે તેમાં આમ આદમી પાર્ટીના તમામ સીટો પર ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વખતે કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મોરબી હળવદની અંદર આમ આદમી પાર્ટી આગેવાનો નવા કાર્યકર્તાઓને આપમાં જોડીને પાર્ટી મોટી કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા તથા હળવદ તાલુકાના મયુરનગર ગામે 70 જેટલાં કાયકર્તા ઓ ભાજપ અને કોંગ્રેસ થી કંટાળીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના આમ આદમી પાર્ટી હળવદ નઈ ટીમમાંથી વિપુલ રબારી હિતેશ વરમોરા દિપ પારેજીયા હિતેશ મકવાણા ચંદુભાઈ મોરી ઉપસ્થિતિ રહ્યા હતા અને તેઓએ જણાવેલ કે દેશમાં કોરોના વાયરસે તરખાટ મચાવ્યો જેમાં લોકોને બેસહારા રહેવું પડ્યું હતું અને નેતાઓ મિસ્ટર ઈન્ડિયા ની જેમ અદ્રશ્ય થઇ ગયા હતા તેમજ પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓમાં મોંઘવારીનો માર અને બેફામ વધેલા ભષ્ટાચાર ગેરરીતિથી કંટાળી ગયેલા લોકો હવે પ્રમાણિક ગણાતી આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે.


Share to

You may have missed