December 22, 2024

ભરૂચ રોટરી કલબ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોટનું ધારાસભ્યના હસ્તે ઉદ્ધાટન કરાયું

Share to


ભરૂચના રોટરી ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોટનું ભરૂચના ધારાસભ્યના હસ્તે રીબીન કાપી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું ભરૂચમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાના નિયમ અનુસાર ટેનિસ કોટ ખુલ્લું મુકાવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના એમ.આઈ. પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે રતનજી ફર્દુનજી એન્ડ સન્સ ટેનિસ કોટનું ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં ટેનિસ માટેનું કોટ હાલ સુધી કોઈ પણ જગ્યાએ છે નથી જેથી ટેનિસ રમવા માટે ખેલાડીઓએ ભરૂચની બહાર જવુ પડે છે જેથી હવે ઘર આંગણે જ ઇન્ટરનેશનલ કક્ષાનું ઇન્ટરનેશનલ માપદંડનું ટેનિસ કોટ તૈયાર કરવામાં આવ્યું છે જેથી આગામી દિવસોમાં ટેનિસની ગુજરાત કક્ષાની, નેશનલ કક્ષાની અને ઇન્ટરનેશનલ કક્ષાની ટુર્નામેન્ટ યોજી શકાય તેવા ઉદ્દેશ થી ખાસ ભરૂચના રમતવીરો માટે ટેનિસ કોટ ખુલ્લો મુકાયો છે હજુ પણ બેડ મિન્ટન ખેલાડીઓ માટે બેડ મિન્ટન કોટ ખુલ્લું મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે


Share to

You may have missed