* પુલની રેલીંગ તુટેલી હાલતમાં,પિલ્લરો ધરાશાયી થવાની તૈયારીમાં,ગમે ત્યારે તુટી પડવાની દહેશત,
તા.૨૮-૬-૨૦૨૧ નેત્રંગ,
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી અમરાવતી નદી પસાર થતી હોવાથી માગૅ-મકાન વિભાગે ૩૭ વષૅ કરતાં પણ પહેલાના સમયમાં પુલનું નિમૉણ કરવામાં આવ્યું છે.જેમાં નદી ઉપર પુલનું નિમૉણ કયૉ બાદ જવાબદાર વહીવટીતંત્રએ કોઇપણ પ્રકારની પ્રાથમિક સમારકામની કામગીરી પણ નહીં કરતાં દિન-પ્રતિદિન પુલની હાલત જજૅરીત બની ગઇ હતી.પુલના નીચેના ભાગથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા નીકળી પડતા સળીયા દેખાવા માંડતા ગમે ત્યારે તુટી પડવાની દહેશત જણાતા વાહનચાલકો,રાહદારીઓ અને ગ્રામજનો જીવના જોખમે પુલ ઉપરથી પસાર થવાની મજબુર બન્યા છે.૩૦૦૦થી વધુ રહીશો સંપકૅ વિહોણા શકે છે.મોરીયાણાથી નેત્રંગની શાળાઓમાં અભ્યાસ કરતાં આવતા વિધાથીૅઓ,રોજીરોટી કમાવા માટે અન્ય વિસ્તારોમાં જતાં યુવાનો અને ખેતમજુરી સહિત ગામના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડે શકે તેમ છે.ઘરવપરાશ અને જીવનજરૂરી ચીજવસ્તુની ખરીદી સહિત અન્ય ગામમાં જવા માટે ગામના રહીશોને ૪ કિમીનો લાંબો ચકરાવાનો સામનો કરવો પડી શકે તેમ છે.જેથી જજઁરીત પુલના નિમૉણની માંગ ઉઠી હતી.પરંતુ માગઁ-મકાન વિભાગના અધિકારીઓએ માત્ર ચોપડે બતાવી શકાય તે માટે પ્રાથમિક ધોરણે સમારકામ કરીને છટકબારી કરી છે.ધોધમાર વરસાદના પ્રવાહથી પુલ ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.મોટી હોનારત અને જાનહાનીની ઘટના બને તો માગૅ-મકાન વિભાગ જવાબદાર રહેશે તેવું લોકમુખે ચઁચાઇ રહ્યું છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી
જૂનાગઢના વંથલી વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર ત્રણ ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની વંથલી પોલીસ